શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

6 replies on “શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર”

  1. વાહ ખુબ જ સુંદર રચના …

    સુંદર શબ્દો અદભુત ગુંથેલી રચના ….!!

  2. શબ્દસાગર ઊછળે છે ભીતરે,
    થૈ સરિતા, છાલકે ભળવું હતું.

    શબ્દથી શબ્દસાગર નાથવાની કવિની અનોખી રીત ગમી ગઈ.
    સુંદર રચના !

  3. oh man … it’s amazing… હવે હુ એને મારા શબ્દ્કોશ મા ઉમેરિ દઇશ….

  4. વાહ્….
    મારા સંગ્રહમાં હજુ હમણાં જ ઉમેરી’તી.
    ખરેખર સરસ પ્રયોગ

  5. શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

    વાહ! ખૂબ સરસ

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *