આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

ચિત્ર-વિચિત્ર સપના જોવામાં તો હું યે ઘણી ઉસ્તાદ છું. મોટેભાગે સવારે યાદ નથી રહેતું કે સપનામાં શું જોયું હતું, પણ કોઇક વાર તો યાદ રહી જાય તો એટલું તો આશ્રર્ય થાય? !!! 🙂 મને ન્યુ-જર્સીમાં નાયગ્રા દેખાય શકે, તો આ ગીતમાં જે વર્ણન છે, એવું બધું યે કોઇને સાચે દેખાયું હશે જ…

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું… એ ગીત યાદ છે? નાયિકા એ ગીતમાં પણ ઘરના બધા સભ્યોને કોઇક વસ્તુ સાથે સરખાવે છે.. એની જ જેમ આ ગીતમાં પણ નાયિકા પહેલા સપનામાં શું દેખાયુ એ જણાવે છે – અને પછી ફોડ પાડે છે કે એ ખરેખર કોણ હતું. પણ બંને ગીતમાં સરખી એક વાત એ છે કે જ્યારે પિયુજીની વાત આવે, ત્યારે એ ઘરના બધ્ધા કરતા વધારે મીઠો લાગે…

(વાદળ વચ્ચે ડોલતો ડુંગર…. Grand Canyon, Aug 08)

* * * * *
સ્વર – ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – સદેવંત સાવળિંગા

.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે

————–
આભાર : http://www.mavjibhai.com/

13 replies on “આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર”

  1. ઘણા–ઘણા વખતથી આને સાંભળવાની ઈચ્છા હતી, અંતે……,
    ખરેખર આ ગીત મજાનુઁ છે!
    તેને ઘણી વાર સાઁભળવાનુઁ
    આપનો ખુબ ખુબ આભાર …..,

  2. ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
    ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે

  3. MAARI VEnI MAA 4-4 FOOL, MAINTTO BHUL CHALI BAABUL KAA DESH, AA BADDHAA GEETO RADAY NE SPARSHI JAAYE CHHE, KEMK EMAA KAVIOE POTAANI JAAN REDDI CHHE ! POTAANA PIYU MAATENI LAAGnI NU ANOKHU VARAnN CHHE ….

  4. આજ્રે સપ્નામા મેતો દોલ્તો દુન્ગર દિથો જો “આજે કેત કેત્લલ વર્શો પાચ્હિ શ્રવાન કરવ મલ્યુ…!!!વહ વહ્..હુન સૌય્હિ નાનો ..મારિ બે મોતિ બહેનો સાથે માલાદ મુમ્બૈ મ દિવન્ખાના મા ગરબ ..રાસદ લેતા ગાતા હતા આગેીત ગાર્બો રદિઓ પર વાગ્તુ મારિ ઉમ્બર કેત્લિ હતિ? માત્ર ૮ વર્શ નિ…!!!જય્શ્રિ બેન તમે અમને શ માતે જુનિ યાદો યાદ કરાવિ રદાવો ચ્હો>?આજે મારિ ઉમર ૭૮ વઅરશ નિ ચ્હે!આન્ખ્મા આન્સુ સહ આભાર્..ાવ્જો..જય્શ્રેીક્રિશ્ન…રન્ગિત ન વન્દન સ્વિકર્શોજિ…

  5. નવવધુના હૈયાની કહાણી ફ્હેતુ સુન્દર ગીત.

  6. ગુજરાતી ગીત અને ગાયક બને મનભાવન્…………..

Leave a Reply to Banti Cancel reply

Your email address will not be published. Required fields are marked *