વડલો કહે મારી વનરાયું – દુલા ભાયા ‘કાગ’

જુન ૦૧, ૨૦૦૯ માં પહેલા મુકેલું દુલા ભાય ‘કાગ’નું આ ગીત ફરી એક વાર સંજય ઓઝાના સ્વરમાં……

સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
આલબ્મ – આસ્થા (રાગ અભોગી)

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આજનું આ ગીત મારી મમ્મીનું ખૂબ ગમતું ગીત.. (પપ્પા, આ પોસ્ટનું પ્રિન્ટ મમ્મી માટે લઇ જજો 🙂 )
ઘણા વખત પહેલા મમ્મીએ આ ગીતના થોડા શબ્દો જણાવેલા, ત્યારથી શોધતી હતી આ ગીત. ટહુકો પર ‘આવકારો મીઠો આપજે’ ના શબ્દો સાથે Note મુકી કે હું આ ગીત શોધું છું, એટલે તો વાચકોએ ગીતના શબ્દો અને સાથે ગીતની mp3 પણ થોડા વખતમાં શોધી આપ્યા.. એ સૌ વાચકોનો દિલથી આભાર.

સ્વર – પ્રફુલ દવે
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળાજી;,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં મળીએ, આ વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે એના મોઢાં મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

– દુલા ભાયા ‘કાગ’

68 replies on “વડલો કહે મારી વનરાયું – દુલા ભાયા ‘કાગ’”

  1. પ્રફ્ફુલભાઈ અને પ્રવીનભાઈ ની comment વાંચી ગીત ફરી વાંચ્યુ ત્યારે આ રચના નો એક બીજો અર્થ પણ સમજાયૉ.
    બન્ને નો ખુબ આભાર.

  2. આ ગીત બહુજ સરસ છે.

    ઊપર થોડા ભાઈ કે બેનોએ આને ભજન સમજ્યુ છે.
    તો ભજન કોને કહેવાય તે કહુઃ

    જે ગીત રચના નરસિહ મહેતા કે મીરાબાઈ કે ગન્ગા સતી જેવા સન્તો એ કરી હોય
    અથવા રામાનુજ કે વલ્લભ જેવા ધર્માચર્યો એ કરઈ હોય ને ગાઈ હોય તેને ભનજ કહેવાય.
    તે સિવાયના ગીતો કે કવિતાઓ કહેવાય.

    ભજન માત્ર ભગવાન સબન્ધે હો – આત્મા કે પરમાત્મા સબન્ધિ હોય.
    તેના સક્ષત્કાર સમ્બન્ધિ હોય.

    તે મુજબ આ ગીત છે. ભજન નથી.

    બીજી તે સમ્બન્ધિ વાતઃ

    કોઈ લોકો ક્યારેક ભજનમા પોતાના એક બે પદોની ભેળસેળ કરે છે.
    તેમ કરવાથી જે ભજનના રચનાર સન્ત હોય તેનુ અપમાન થાય છે,અન્દ ભજનનુ દિવ્ય તેજ જતુ રહે છે.

    રઘુપતી રાઘવ ભજન હતુ. તેમા “ઈશ્વર અલ્લા તેરા નામ” પદ નુ મિશ્રણ કરી ને તેને ગાન્ધી એ બગાડિ મુક્યુ છે.
    માટે તે હુ ગાતો નથી ને બીજાને ગાવનુ કહેતો નથી.
    વાત સમજવા જેવી છે પૂછો તો સમજાવીશ કેમ.

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ
    skanda987@gmail.com

  3. દરેક વ્યક્તિ ન ઓપિનિયન વાચિ ને જુનિ કવિતાઓ તથા રેડીયો સ્ટેશન્ પર જે જુના પ્રોગ્રામ રજુ થતા તેનિ યાદ આવે ઍ સ્વાભાવીક છે. મને ભણવામા એક કવિતા આવત્તિ (ઉગે છે સુરખિ ભર્યો રવિ મ્રુદુ હેમન્ત્નો પુર્વ મા ભુરુ છે નભ સ્વચ્છ સ્વછ દિસતિ એકે નથી વ્યોમ વાદડી)પ્લીઝ રજુ કરસો તો મેરબાનિ
    લેસ્ટર યુકે.

  4. માનનીય શ્રેી ગૌરઁગભાઈે વ્યાસે સઁગીતમઢ્યુઁ ગેીત
    અસરકારક છે.આત્મા ને પરમાત્માનો સુભગ મેળ
    આ ગેીતમા કવિશ્રેી દુલા ભાયા કાગે બરાબર રીતે
    વડલાના વનરાયુઁને આપેલ આહ્વાન પરથી સ્પષ્ટ
    થાય છે.પ્રાણ પઁખી ઊડી ગયા બાદ પણ સઁલગ્ન
    રહીને ય શેષ વ્યતીત કરવા ઇચ્છે છે.આભાર !

  5. આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
    મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી….

    ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
    ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી….

    મઝાનું ભજન અને સુમધુર સ્વર (બન્ને સ્વર).

  6. મઝાનું ભજન.બન્ને ગાયકોએ ખુબ જ સુંદર ગાયું છે.

  7. સકય હોય તો કાગવાનિ ને તહુકો મા વેબ લિનક આપવા વિનતિ.

  8. પ્રાતઃ સ્મર્ણીય કવિવર શ્રી દુલા ભાયા “કાગ” બાપુ એ ગુજરાતી લોક-સાહિત્યનાં આભ સમાન છે. જો શકય હોય તો રાજકોટ આકાશવાણી ભવન ને વિન્ંતી કરીને કાગ બાપુ નાં અદભુત સ્વર માં ગવાયેલી ને વર્ણવાયેલી “રામાયણ” સાંભળવા મળે તો અતિ અતિ આંનંદ થાય. શ્રી કાગ બાપુ ના બુલંદી અવાજ માં ગવાયેલી ને વર્ણવાયેલી રામાયણ અમે નાના હતા ત્યારે રાજકોટ રેડીયો સ્ટેશન ઊપરથી દર શુક્રવારે “ગાતાં-સરવાણ” કાર્યક્રમ અન્તરગત પ્રસારીત થતી. જો એ લ્હાવો ટહુકો.કોમ દ્વારા ફરી મળે તો જયશ્રી નો સદાય હું ઋણી રહીશ.

  9. HI
    GM MAM,
    VERY NICE SONG . LIKE IT.I HEARD ALWAYS. THNKS SO MUCH TO POST DIS SONGS. ALSO I WANT TO HEAR “kevara re malela manna mel “if possible with video. pl post dis song if awaileble.
    THNKS.
    HV GOOD DAY.

  10. જયશ્રીબેન હું આ ગીત મારી ઓફીસ માં મોટે મોટે થી ગઈ ને આનંદ માનું છું ,આવકારો પણ મારું ફેવરીટ છે

  11. સરસ nice my father has explain me and i shocked with the great meaning behind this song when i was 4 years old

  12. કાગ બાપુ એ આપનો દેશ આઝાદ થયો ત્યારે લખેલુ આ સુન્દર ગિત મુસ્લિમો ના કત્લેઆમ વખત્નુ ચે aa post aap va vada ne khub khub dhayavad ane aa sabhadine mara ruvada ubha thay gaya

  13. કાગ બાપુ એ આપનો દેશ આઝાદ થયો ત્યારે લખેલુ આ સુન્દર ગિત મુસ્લિમો ના કત્લેઆમ વખત્નુ ચે

  14. બાપુનુ ગીત તેમ્ના જ અવાજ્મા સામ્બ્લાવો તો વધુમાજા આવે

  15. ખુબ સુઁદર,શબ્દો ને ખુબજ સુન્દર સજાવ્યા છે.

  16. દુલા ભાયા કાગનુ ગિત હુન નાનપનથિ સાન્ભલતિ આવિ ૬ઉ.મારે ‘આજ્ સાન્જ ખેતરે તદકો ચ્હાયો સન્તાકુકદિ ખેલે રે ભૈ’ગિત સાન્મ્હલવુ ચે.

  17. આ ગીત ૧૯૫૩માં અબ્રાહમ ભગતના કંઠે સાંભળેલું. આભાર જયશ્રીબેન.

  18. ગુજરતિ ભાશા London મા computer નિ સ્ક્રિન ઉપર જોતા એવુ લાગે સે કે રાજ્સ્થાન ના રન મા શેરદિ ના રસ નો મિથો વિરદો મલ્યો હોઇ જેને પિવા નિ જ મજા આવ આવ આવ જ કરે સે. આ સુનેહરિ સેવા બદલ અધલક Pound £ મા આભાર

  19. આ ઘણુ જ સરસ ભજન છે. ઘણા વરસો થી સાંભળવાની ઇચ્છા હતી તે આજે પૂરી થઈ.તેમા ઘણા ઊંડા અર્થો ભર્યા છે.

  20. ભજન પન્ક્તિઓ પુજ્ય મોરારી બાપુની કથા દરમિયાન સામ્ભળ્યાનુ યાદ આવે છે, આભાર……….

  21. નાનો હતો ત્યારે આખેઆખું ગોખી જ નાંખેલું

  22. દુલભાયા કાગ ખરેખર બહુ જ ઊંચા કવિ છે, આવુ સરસ ભજન આટલા વષઔ પછી પણ સાંભળવુ ગમ્યુ.
    આભાર.
    ઘનશ્યામ વઘાસિયા.

  23. kavi Dula Bhaya Kag Gujarat no Amulya Varso Chhe, Tema pan Prafulbhai no kanth hoy Etle poochhvuja na pade.
    Aavi marm sabhar rachna sambhalavava ane Batavava badal aapno rooni rahish.

  24. આજ ૫૫ વર્સ્થિ આ ભજન સાભડ તો આવ્યો છુ ,,,પરન્તુ એવુ લાગે
    કે આજ્નુ જ હોય્,,,,,,
    વાહ પ્રફુલભાઇ,,,,શુ ,,, હલક સમભદડાવિ

  25. Thanks for beautiful song.
    We used to sing it way back in ’60s at Sevadal camps. “vadalo” is is used in a symbolic way to narrate the condition of BharatMata. It is for those who are migrating away (educated NRIs) from Vatan.
    Some lines need revision.

    Prashant

  26. ખૂબ સરસ ગીત…….

    એમાય પ્રફુલભાઈનો સ્વર હોય ……કહેવુ પદે ખરુ?

    આભાર્

  27. ખૂબ સરસ ગીત…
    “કાગ”ની રચનાઓ આમેય મરમી હોય છે….. આ તો ખૂબ જ સુંદર છે…

    આભાર

  28. Just thinking why all these poets,singers and muscians are not invited in Michigan which is having large community of Gujarati and there are quite nos of people who are interested? It is our badluck.
    The songs of Dula Bhaya Kag are touching my heart when Prafulbhai is singing.

  29. Beautiful song, i have heard this years back, brought the memories back.
    tx. for sending me the email.
    You all are doing a wonderful job.
    HAVE A NICE DAY
    Nisha Patel
    [london]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *