કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

– જયશ્રી

12 replies on “કોણ માનશે ?”

  1. મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
    સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

    દિલ મા કઈક ખડ-ભડાવિ ગઈ.

  2. I do not know about poetry and its art but i am highly delighted by the expression and real fact in its proper perspective

  3. Good job Jayshree, keep it up…

    વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
    ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?

  4. નાની કવિતા પણ અભિવ્યક્તિની ત્રિવતા અનુભવિ શકાય છે.KEEP IT UP JAYSHREE.

  5. ખૂબ સુંદર રચના. ખૂબ ખૂબ અભિનંદન. આજ પ્રમાણે લખતા રહો એવી શુભેચ્છાઓ

  6. તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
    જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

    મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
    સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

    દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
    મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

    વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
    ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

    છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
    દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

    જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
    સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

    જો હું કહું કે -હારેલા જુગારીની પેઠે
    મારે બમણા જોરે જીંદગીની
    રમતમાં રમવું છે..કોણ માનશે ?

    ઓ જીંદગી –
    તું મને જેટલી ગમે છે
    મારે પણ તને એટલા જ ગમવું છે
    કોણ માનશે ?
    વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
    ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?

  7. મારિ પાસે એક ગઝલ ચ્હે જેનુ શિર્શક કોન માનશે ચ્હે. રુસ્વા મઝલુમિ નિ, પન તેમા તમે આપેલિ પન્ક્તિ નથિ. હુ તમ્ને પચ્હિ મોક્લાવુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *