આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

14 replies on “આવશે – આદિલ મન્સૂરી”

  1. રહેવા દો દરવાજા ખુલ્લા હવે
    છે આશા હજી એક જણ આવશે

    તમે પાછા કરશો ખુલાસા નવા
    અને અમને વિશ્વાસ પણ આવશે

    Apno se juda kar deti hai,
    Aakhon mein paani bhar deti hai,
    Kitni shikayat hai zindgi se.
    Phir bhi iska aitbaar hai,
    Phir bhi iska intzaar hai,

  2. ઊઘડતો જશે એક ચહેરો સતત
    સ્મરણમાંય એનું સ્મરણ આવશે

    સુંદર શેર…..

  3. ભલે હુ તારાથી દુર છું.ભલે હુ તને મલી નથી શકતો,ભલે હુ તારી સાથે કદી ફરી નથી શકતો,પરન્તુ તુ હમેશા સુખી,સ્વચ્છ અને પવિત્ર રહે એમા જ મારુ સુખ રહેલુ છે. વિરલ

  4. સમયની સીમાઓ પૂરી થઈ હવે કેવી ક્ષણ આવશે.
    રહેવા દો …..એક જ્ણ આવશે. આદિલન સાથે વાહ વાહ આવશે. વળી હવાના ઉછળતા હરણ અને સુરજના રણ સાવ નવા જ રુપક ગમી ગયા.

  5. ઊઘડતી જશે ગઝલ જયારે આિદલની
    સ્મરણમાંય એમનું સ્મરણ આવશે

    હતી ક્યાં ખબર કે આવા ઉતમ ગાઝલકાર આ રીતે ઓિચન્તાં અાપણી વચ્ચેથી ચલ્યા જશે?

  6. અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    ઊઘડતો જશે એક ચહેરો સતત
    સ્મરણમાંય એનું સ્મરણ આવશે

    આદિલ એટ્લે આદિલ્… તેમ્ ણે ગુજરાતી નવી ગઝલ્ ને પારણેથી ઝુલાવીને ધીરે ધીરે ચાલતી ને દોડ્તી ક્રરી….

    વાહ્..

  7. ખુબ્ જ સ્રરસ્ ગઝ્લ્..આદિલ એટ્લે આદિલ….

    ઊઘડતો જશે એક ચહેરો સતત
    સ્મરણમાંય એનું સ્મરણ આવશે
    સમયની તો સીમાઓ પૂરી થઈ
    હવે જોઈએ કેવી ક્ષણ આવશે
    અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે
    વાહ્…!!!

  8. અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    હજી આદિલસાહેબના અવસાનની યાદ મનમાં છે ત્યામ જ આ રચના…..
    શું કહું???????

  9. રહેવા દો દરવાજા ખુલ્લા હવે
    છે આશા હજી એક જણ આવશે

    સાચો આશાવાદી.. સુંદર..

    ‘મુકેશ’

Leave a Reply to viral Cancel reply

Your email address will not be published. Required fields are marked *