આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

14 replies on “આવશે – આદિલ મન્સૂરી”

 1. Falguni says:

  વાહ , બહુજ સરસ .

 2. અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે

  – સરસ !

 3. mukesh parikh says:

  રહેવા દો દરવાજા ખુલ્લા હવે
  છે આશા હજી એક જણ આવશે

  સાચો આશાવાદી.. સુંદર..

  ‘મુકેશ’

 4. અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે

  હજી આદિલસાહેબના અવસાનની યાદ મનમાં છે ત્યામ જ આ રચના…..
  શું કહું???????

 5. Nayan Shah "Anami" says:

  ખુબ્ જ સ્રરસ્ ગઝ્લ્..આદિલ એટ્લે આદિલ….

  ઊઘડતો જશે એક ચહેરો સતત
  સ્મરણમાંય એનું સ્મરણ આવશે
  સમયની તો સીમાઓ પૂરી થઈ
  હવે જોઈએ કેવી ક્ષણ આવશે
  અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે
  વાહ્…!!!

 6. Nayan Shah "Anami" says:

  અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે

  ઊઘડતો જશે એક ચહેરો સતત
  સ્મરણમાંય એનું સ્મરણ આવશે

  આદિલ એટ્લે આદિલ્… તેમ્ ણે ગુજરાતી નવી ગઝલ્ ને પારણેથી ઝુલાવીને ધીરે ધીરે ચાલતી ને દોડ્તી ક્રરી….

  વાહ્..

 7. Dinesh Pandya says:

  ઊઘડતી જશે ગઝલ જયારે આિદલની
  સ્મરણમાંય એમનું સ્મરણ આવશે

  હતી ક્યાં ખબર કે આવા ઉતમ ગાઝલકાર આ રીતે ઓિચન્તાં અાપણી વચ્ચેથી ચલ્યા જશે?

 8. VISHWJIT says:

  HALO NE KIDI BAI NI JAN MA

 9. rajeshree trivedi says:

  સમયની સીમાઓ પૂરી થઈ હવે કેવી ક્ષણ આવશે.
  રહેવા દો …..એક જ્ણ આવશે. આદિલન સાથે વાહ વાહ આવશે. વળી હવાના ઉછળતા હરણ અને સુરજના રણ સાવ નવા જ રુપક ગમી ગયા.

 10. viral says:

  ભલે હુ તારાથી દુર છું.ભલે હુ તને મલી નથી શકતો,ભલે હુ તારી સાથે કદી ફરી નથી શકતો,પરન્તુ તુ હમેશા સુખી,સ્વચ્છ અને પવિત્ર રહે એમા જ મારુ સુખ રહેલુ છે. વિરલ

 11. dipti says:

  ઊઘડતો જશે એક ચહેરો સતત
  સ્મરણમાંય એનું સ્મરણ આવશે

  સુંદર શેર…..

 12. Mehmood says:

  રહેવા દો દરવાજા ખુલ્લા હવે
  છે આશા હજી એક જણ આવશે

  તમે પાછા કરશો ખુલાસા નવા
  અને અમને વિશ્વાસ પણ આવશે

  Apno se juda kar deti hai,
  Aakhon mein paani bhar deti hai,
  Kitni shikayat hai zindgi se.
  Phir bhi iska aitbaar hai,
  Phir bhi iska intzaar hai,

 13. HARIN GOHIL says:

  સ્રરસ્ ગઝ્લ્..

 14. mahesh rana vadodara says:

  excellent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *