તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

28 replies on “તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે”

  1. આ રચના આલાપ દેસાઈના કંઠે પણ મૂકી હોત તો સારુ હતું.

  2. અતિ અદભુત સુન્દર રચના.
    ગાયક્ને ગેીતકાર્ ને અ ભિનન્દન્.

  3. Is’s singing by Dear Ashitbhai….its Fantastic… awesome and also with good lyrics..
    Thank you very very much jaishree ben for provide this song

  4. સરસ શબ્દો અને સરસ કલ્પનાનો સુંદર સમન્વય્…

    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,

    “કોઈ ભીને રૂમાલ એક ભાત લહી ગઈ”

  5. આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
    મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

    ખુબજ સરસ….

  6. ..આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
    મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ…

    તમે પાંપણને પલકારે…

    ..સરસ..

  7. આઈ એમ એ ફેન ઓફ આશિત દેસાઈ બટ એ ફિમેલ વોઈસ વુ્ડ હેવ બિન મોર એપ્રોપ્રીએટ્.

  8. અતિ સુન્દર ,
    શબ્દાવલિ ખુબ સુન્દર અને મધુર છે.અને અનો અર્થ એનથિ વધારે ભાવ વાહક છે .
    કવિ શ્રિ ને ખુબ ખુબ અભિનન્દન્..

  9. અતિ સુન્દર ,
    શબ્દાવલિ ખુબ સુન્દર અને મધુર છે.અને અનો અર્થ એનથિ વધારે ભાવ વાહક છે .

  10. beautiful lyric, typical Harindrabhai Dave..
    superb music and tremendous voice quality, again typical Ashitbhai…

    Thoroughly enjoyable.. Thanks

  11. મૌન રાત્રીની ભાષાની રજુઆત શ્રી હરીન્દ્ર દવે જ કરી શકે, સરસ ગીત….

  12. અત્યંત નઝાકત ભર્યું ગીત.આ બે પંક્તીઓ ખુબ સ્પર્શી ગઈ.

    આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
    એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
    ભાઈ ભાઈ ! !
    ભીની ભીની લાગણીઓના આટાપાટા અને મધુર ઈશારાના કોયડા ઉકેલવામાં રાત વીતી જાય તે સ્વાભાવિક છે.
    આશીત દેસાઈનો કામણગારો કંઠ અને ફાંકડું સંગીત કાવ્યને રૂપેરી વાઘા પહેરાવવામા સફળ રહ્યાં છે.
    કવિશ્રીને સલામ.આશીતભાઈને અભિનંદન.

  13. Hi Jayshree !!

    Tame papan ne palkare vaat kahi kayi !!!!
    Titillating number !!! Gr8 Harindra Davey…

    Best Regards,
    RAJESH VYAS
    CHENNAI

  14. હરીન્દ્ર દવેનું ગીત હોય એટલે સરસ મજાની વાત હોય જ. સરસ ગીત છે.

Leave a Reply to Komal Pathak Cancel reply

Your email address will not be published. Required fields are marked *