અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. નુતનવર્ષાભિનંદન… અને સાથે સોલીભાઇનું આ ગીત.. (શબ્દો સાથે પહેલા ટહુકો પર હતું, આજે નવા વર્ષ એમાં સ્વર-સંગીતની ભેટ ઊમેરી..)

એમ પણ, પરદેશમાં દિવાળી કરવી પડે, અને પરિવારજનો દેશમાં હોય, તો જ્યાં હોય ત્યાં દેશ અને ઘર યાદ આવે જ.. સાન ફ્રાન્સિસ્કોનો ‘Ocean Beach’ જોઇને ‘તિથલ’ અને ‘દેવકા’ યાદ આવે.. અને ‘Halloween’ ની વસ્તુઓ બજારમાં જોઇને વાપી બજારમાં (અને આમ તો દેશભરમાં) જોવા મળતા કોડીયા અને કરોટીના ઢગલા યાદ આવે..!!

———————————

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે) , એક મોરપિચ્છ પર. અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

.

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

Love it? Share it?

27 replies on “અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા”

 1. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ના હરીન્દ્ર દવે, ‘દરિયાને તીર એક રેતીની ઓટલી’ના સુંદરમ ‘ડુબવાની ઘટના’ના નયન દેસાઈ – ઘણા બધા કવિઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હોય એમ લાગ્યું..

 2. Suresh Jani says:

  નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
  આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

  આપણો અહમ્ ઓગળે ત્યારે ‘તે’ યાદ આવે જ.
  નામ ડૂબે ત્યારે જ આભ ઊગે.
  પરમ તત્વની સાથે અદ્ ભૂત અંતર વાણી

 3. thanx jayshreeben gana samay pachhi panakj udhasni aa gazal sambhali ,,,,,,,gana badhu collection chhe mari pase pan …aapana hatij pan……chelle mara ek mitra u.s.a.gyaa tyare ….gana badhi…..odio lai gaya chhe…………to aaj samabhlai good job……….

 4. […] થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે ) […]

 5. mansi says:

  હુ કેવિ રિતે ગિત દોવ્ન્લઓદ કર્?મારે ગિત માર કોમ્પુતેર્ મા કેવિ રિતે સ્તોર કરુ???

 6. […] ભાગ્યેશ જહા કહે છે… ( સાંભળજો… બરાબર ધ્યાનથી!) અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં, અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં.  […]

 7. […] અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા, અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા.   ( કવિ : ભાગ્યેશ જહા ) […]

 8. Bipin says:

  અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા આ િગત વાગતુ નથેી

 9. h shah says:

  beautiful song….but jayshree since u’ve started using this new player; all the player playes the same song ‘જન્મો જનમ ની આપણી સગાઈ..’ can you pls sort it out so we can enjoy them with full grace in the new year…thanks

 10. સુંદર રચના… ફરીથી માણવાની ફરી મજા આવી…

 11. UMA says:

  WISH U HAPPYNEWYEAR OF ALL FAMIYMEMBER OF
  TAHUKO.COM.

 12. pragnaju says:

  ખૂબ સુંદર રચના અને ગાયકી
  મઝા આવી
  આ વર્ષે અહીંની દિવાળીમા તો પવનનો સુસવાટ -વરસાદ અને થોડું સ્નોઈંગ!આપણા ડુમસ અને તિથલની જેમ અહીં તો એટલેનટીક
  અને અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
  યાદ આવે —શું લખીએ અને શું રહેવા દઈએ!

 13. Asha says:

  અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
  અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં
  યાદ —શું લખીએ અને શું રહેવા દઈએ! Very true….
  Wish you a Happy New year

 14. Bina says:

  નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. નુતનવર્ષાભિનંદન!
  “એમ પણ, પરદેશમાં દિવાળી કરવી પડે, અને પરિવારજનો દેશમાં હોય, તો જ્યાં હોય ત્યાં દેશ અને ઘર યાદ આવે જ.. ” સાવ સાચી વાત છે…બિના

 15. ભાગ્યેશભાઈ, ખુબ જ સરસ
  i m ajay upadhyay . Me also from gandhinagar. have doing some poetry. please visit my blog ajay438.wordpress.com
  આપ જેવા પારખુ ના મારગદરશન ની વીનંતી સાથે…
  આભાર

 16. mahesh dalal says:

  ભાગ્યેશ તિથલ વાન્ચુને અમે લખવા પ્રેરાયા.. સરસ કલપના .. મજા આવિ..
  ગમ્યુ . વલસાડ થિ મહેશ દલાલ ના ભાઈ વાફ્.

 17. SATISH KUMAR says:

  SONG DOES NOT START PL HELP

 18. bhavisha says:

  ક્ય બાત હૈ.મજ આવિ ગૈ.થન્ક્સ તો તહુકો.ઘન તિમે પચિ ઘનુ સારુ સમ્ભલ્વ મલ્યુ.

 19. Prakassh says:

  I wish to download gazal fro my personal use, how can I do it please guide me.

  Thanks.

  Prakassh

 20. larani says:

  thank u jayshreeben its really very nice,
  and conrates jhasir..its very cute.

 21. kalpana desai says:

  TAHUKO’ne Diwalini shubhechchhao…….

 22. kinnari jani says:

  બહુહ્સરસ સોન્ગ ચૈ, સચે ગેીત થિ જ કોઇ યાદ અવિ ગ્યુ.

 23. harshad brahmbhatt says:

  આપણો અહમ્ ઓગળે ત્યારે ‘તે’ યાદ આવે જ.
  નામ ડૂબે ત્યારે જ આભ ઊગે.

 24. Gangani Viral says:

  ખુબ જ સરસ

 25. neha darji says:

  JAHAJO SE TAKRATE HE USE TUFAN KAHTE HE AUR TUFANO SE TAKRATE HE USE INSAN KAHTE HE.

 26. Navanitlal R. Shah says:

  I am hearing your songs for the first time and I really wonder why I have not heard your poems earlier. I suggest you write more such poems and publish your collection for the benefit of the poetry lovers.
  Navanitlal R. Shah

 27. Ravindra Sankalia. says:

  બે પ્રેમીઓના ાન્તરન્ગ સમ્બધ્ની વાત કરતુ અને સોલી કાપડિયાના સ્વરમા ગવાયેલુ આ ગીત ખુબ ગમ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *