સાત સૂરોના સરનામે… – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીએ આ ગીત ખાસ ટહુકો માટે લખ્યું હોય એવું નથી લાગતું? યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં…. બરાબર ને? ૨૦૦૬ના ‘ગુજરાત સમાચાર – સમન્વય’ કાર્યક્રમમાં આ ગીતની રજૂઆત થઇ હતી, એટલે આમ જોવા જાવ તો ટહુકો ત્યારે અસ્તિત્વમાં જ નો’તો..! પણ ગીત એવું મઝાનું છે, અને પાર્થિવે જે પ્રેમથી ગીત પીરસ્યું છે આપણને.. મને તો ટહુકો જ યાદ આવે ને…!! 🙂

સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.

તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો,
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..

ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો, રસભર છે જીવન,
રોમ-રોમમાં જે અજવાળે એ દિવડાં પ્રગટાવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..

સાત સૂરોનાં સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં.

18 replies on “સાત સૂરોના સરનામે… – અંકિત ત્રિવેદી”

  1. (તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો),નાનકડો સૂધારો જરૂરી છે.
    તમને કહું છું કે “સા” માંથી સાંજ મઝાની કાઢો,(સારેગામા નો “સા” અહીં બંધ બેસતો છે)

  2. jayshreeben
    verry ggoooood to listen “SAAT SURONA SARNAME” i like very much.
    thanks to u.

  3. હમણા વડૉદરા મા ગરિમા મા અન્કિતભાઇ ને ઉદિકે ઘોસક તરિકે માણ્યા…એ પ્રોગ્રામ નિ શરુઆત આજ ગિત થિ થઇ હતિ …

  4. …ખુબ જ સરસ ગઝલ અને પાર્થિવભાઇ ના સ્વર મા સાભરવાનિ મજા આવિ…………………..
    ભૌમિક શાહ(પેટલાદ)

  5. A superb rendition of an equally superb lyric and musical score. Every time I listen to it, just like you, I feel it is tailor-made to be the theme song of my Gujarati Radio!!!!

  6. hello Jayshree,

    This song is really good but I can not play it out. I dont know about others. I can hear all other songs from this website.

    Malay

  7. Nice to hear one more song from Pathiv,he is really too gud.Jayshree put some more songs of Parthiv please.

  8. જુનો બ્લોગ વધારે સરળ લાગતો હતો, ફરી એના પર જવાય તો સહેલુ લાગે

  9. સરસ ગઝલ અને સરસ ગાયકી, શ્રી અન્કીત્ભાઈને અભિનદન અને આપ્નો આભાર્………..

  10. અંકિતભાઈ નવી પેઢીના શાયર ગણાય છે પણ ઉંડાણ કદાચ એક પેઢી જેટલું ઉંડુ હોય છે.જયશ્રીબેન નો આભાર આ સુંદર રચના મુકવા બદલ્ ટહુકોનું જુનુ વેબ પેજ મને વધુ ગમતુ હતુ. જોકે મૂળ વાત તો આ બ્લોગની સંગીત પ્રત્યેની સમર્પિતતા અને તાજગીની છે.

  11. સુંદર ગીત સાથે જ સુંદર સંગીત.

    પહેલી કડીમાં સુધારો કરવાની જરૂર છે.
    તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો.

    ટહુકાએ ધારણ કરેલી સાદગી ગમી.

  12. સુંદર રચના…

    પાર્થિવની ગાયકી વિશે તો પૂછવાનું જ ન હોય !

    ટહુકો.કોમનું નવું વધુ સાદું અને વધુ સરળ-સહજ સંસ્કરણ પણ ગમ્યું…

Leave a Reply to jhanvi kacha Cancel reply

Your email address will not be published. Required fields are marked *