શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

આસ્વાદ – તુષાર શુક્લ
સ્વર – આરતી મુન્શી
સંગીત – ગૌરાંગ વ્યાસ
સંગીત સંચાલન – શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ – મોરપિચ્છ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીતકાર – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – ઐશ્વર્યા

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

7 replies on “શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ”

  1. જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ. હિન્દુ ધર્મ માં કૃષ્ણ એટલે પુરુષોત્તમ. બ્રહ્મનો એક અવતાર. તેની સાથે નો સંબંધ બાળ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે,ગુરુ રૂપે, ઈશ્વર રૂપે કે શત્રુ રૂપે પણ રાખી શકાય. તેને રોજિંદી જિંદગીના ભાગ રૂપે, ભક્તિ રૂપે કે ફિલસૂફની આંખે પણ જોઈ શકાય. તેને પ્રાચીન કાવ્યોમાં જોઈ શકાય કે જ્યાં અનહદ કૃષ્ણ પ્રેમ તો છે જ પણ તે તત્વ પણ છે જેમ કે નરસૈંયો તેના આ પદમાં કહે છે કે જાગી જોઉં તો જગત દીસે નહિ ઊંઘ માં અટપટા ભેદ ભાસે…. અર્વાચીન રીતે કૃષ્ણ એટલે અનંત શ્યામ બ્રહ્માંડ , space, બ્લેક હોલ ,ડાર્ક મેટર એન્ડ ડાર્ક એનર્જીની સાથે પણ સરખાવી શકાય જેમાં અગણિત ગેલેક્સી અગણિત તારા સાથે રાસ રમે છે. તેથી સહુ કૃષ્ણમાં કે સહુમાં કૃષ્ણ ગણી શકાય.

    અઢળખ કવિઓએ જુદી જુદી રીતે કૃષ્ણ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો છે.

    પ્રેમ એટલે ભળી જવું એક મેકમાં. ઊર્મિ કવિ સુરેશ દલાલને યાદ કરીએ કે જે જન્માષ્મી ને દિવસે જ પ્રેમ સાથે મળી ગયા

    શ્યામ તને હું સાચે કહું છું મન મલાજો લોપી હું તો તારી હે ગિરિધારી ગયા જન્મ ની ગોપી

    બંને અવાજ બહુ જ સુંદર છે

  2. ખરેખર, સાચે કહુ છુ, ભક્તિ થી ઑતપ્રોત થઈ જવાય એવો અવાજ છે શ્રિમતિ આરતિ મુન્શિનો.

  3. Dear Medam Jaishreeben,

    I am Chetan Mehta From Surat, I fill good to here this song (Kavya). There is a youth fastival of school in surat @ Sardayatan school on 6th September. My daughter Mudra Mehta study in 10 @ exprimantal school and she will be participate with this song @ that day- this is my choice and she will do the pratice now……..

    It’s good sing this song by Miss. Aswariya Majmudar…….
    Thanks

    બહુ સરસ
    આવજો,

  4. ર્ેશ દલાલની આ કવિતા ઘણીજ ભાવવાહી છે.પણ અફસોસ, હવે તો આપણે એમને એમની કવિતા થકીજ સમ્ભળ્વાન અસન્ખ્ય ક્રુશ્ણગીતો લખનાર ક્રુશ્ણજન્મને દિવસેજ ગયા.

  5. વાહ્…આરતિબેને ખુબ નાજુકાઈ થિ ગાયેલુ અદભુત ગેીત …if you can also put the version sung by Vibha ben…it is also beautifully sung…

Leave a Reply to Ravindra Sankalia. Cancel reply

Your email address will not be published. Required fields are marked *