બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

– રમેશ પારેખ

13 replies on “બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ”

  1. after a very long time i listen to a gujarati gazal which is so meaningful. each and every word at its best. no one can think of replacing any word wid other. nakhshikh sundarata nu sarvotttam udaharan.

  2. રમેશ પારેખ !!
    એમની અનેક આનંદદાયક અને અદભુત રચનાઓમાંની એક…….
    અને દેસાઈ સાહેબે પણ ગઝલને શું ન્યાય આપ્યો છે!!!

    વાહ !
    થેંક યુ………………..

  3. સરસ સંગીત, સ્વરાંકન અને કવિશ્રી રમેશ પારેખને સરસ ગીત માટે અભિન્દન………….

  4. I tried to translate the poem to the best of my ability..
    I will appreciate if you could enhance the translation, however english can never express the feelings that Ramesh Parekh has expressed in gujarati but still this is a small trial..

    બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
    બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
    May you get death from a closed envelope,
    If you could , you could get the moment to save yourself..

    ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
    સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
    May you reach door to door like a postal mail but,
    May you find Entire city illiterate…

    ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
    બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
    May you get shade of a palm tree ,
    but the other side of this coin is that you may get the desert…

    વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
    સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
    To let go the memories of the one who is detached from you,
    May you get refugee under the one who is in front of you…

    તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
    પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

    May you find a hole first of all in your throat,
    Then a thirst & then a spring may you get…

    ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
    અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
    If not the spring then get satisfied with just rhyme of it..(Atmosphere’s gujarati is in rhyme with that of spring)
    May you get lack of atmosphere here…

    જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
    તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને

    Go ahead impotent words as you are blessed,
    May you get the remedy of your impotence..

  5. It is really appriciable to Jashriben efforts for doing a lot for Gujrati language.My hats off. Secondly article in Mumbai samachar was excellent.All Gujrati community should extend hand to Tahukoo and their activities.

  6. તા.ક. સમક્ષ ને બદલે સક્ષમ હોય તેવું મારુ માનવું છે.

  7. સડક છાપ રોમિયો કોઈ છોકરી પ્રત્યે એક તરફી પ્રેમમાં પાગલ હોય અને તે તેને ગાંઠતી ન હોય અને છેલ્લે નફરતની આંધીમાં ભાન ભૂલી જે છોકરીના પ્રેમમાં પાગલ હોય તેના જ ચહેરા પર એસિડ ફેંકે એવી કંઈક લાગણી આ ગઝલ વાંચીને થઈ. પણ આવું તો ર.પા. ન જ લખે. આવી બદદુઆઓ તો ન જ આપે. પણ ઘણા મનોમંથન બાદ પણ કોઈ સંતોષ કારક અર્થ શોધી શક્યો નથી. તો સુગ્ન વાચકો આ કોયડા નો ઉકેલ આપે તેવી અરજ છે.

  8. થા ર.પા. ને છંદથી તુ પાર છે
    સાવ બુઠ્ઠી હો છતાયે ધાર છે…..!!!
    .

  9. પ્રિય જયશ્રી,
    ખુબ જ સુંદર ગઝલ.
    સાથે તમને અભિનંદન,આજે મુંબઈ સમાચાર (દિનાંક ૧૬નવેમ્બર ૨૦૧૨ ની પુર્તી)-વામા-માં તમારા વિશે લેખ વાંચ્યો.નંદિનીબેને ખુબ જ સુંદર લેખ લખ્યો છે.આશા રાખું છું કે ઘણા બધા લોકો વાંચે અને તમારી મહેનત ને જાણે અને તેને appreciate કરે.સાથે સાથે ટહુકો પર મુકાતા સુંદર સુમધુર ગીતો વાંચે અને સાંભળે.

Leave a Reply to Karanraj Vaghela Cancel reply

Your email address will not be published. Required fields are marked *