નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું – રમેશ પટેલ ‘આકાશદીપ’

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

– રમેશ પટેલ ‘આકાશદીપ’

10 replies on “નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું – રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Chirag Patel says:

  બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
  મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
  રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
  ખુશી ખુશી હું બોલું

  ચીરાગ

 2. P Shah says:

  હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
  ખુશી ખુશી હું બોલું….
  સુંદર બાળગીત !

 3. Sweta Patel says:

  ખુશી લાવી દે તેવું ખુશીનું સુંદર બાળગીત.
  વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
  નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

  સ્વેતા પટેલ

 4. hiten patel says:

  AA GIT KHUSHI—SANTACRUZ NE MOKALSO.
  KHUS THASE.

 5. Khushi says:

  દાદા ,ખુશી બોલે
  આજે મારો જન્મ દિવસ ૨૨ જાન્યુઆરી
  તમારું કાર્ડ અને આ ટહૂંકો અને અમે ઉપડ્યા હવે
  ચકી ચીઝ.હું કરોના (કેલીફોરનીઆ)તમે બૃન્સવિક(જ્યોર્જીઆ)
  ક્યારે આવોછૉ બા સાથે.
  ખુશી અને સાથે જાનકી waiting

 6. Keyur Patel says:

  બાળ ગીતો મોટાઓના મુખે ખૂબ સાંભળ્યા પણ
  ખુશી નાની અમથી આપણા સૌની વાત ખુશ કરે તેમ કહી ગઈ.
  ખૂબ મજાનું બાળગીત ટહૂંક્યું.આવી રચના આકાશદીપની
  વાંચવા ઈંતજારી.
  કેયુર પટેલ

 7. Chandra Patel says:

  સુંદર બાળગીત.
  બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
  મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
  ચન્દ્ર પટેલ

 8. sweta Patel says:

  હેલો …ખુશી
  ખૂબ જ ગમતું બાળ ગીત.
  અભિનંદન…આકાશદીપ
  Thanks for sharing Tahuko

  Sweta Patel

 9. આકાશદીપની ધણી રચનાઓનું અવલોકન કર્યું પણ આ તો અજોડ છે.

  “માનવ”

 10. gita c kansara says:

  કેવુ સુન્દર બાલગિત.મજા આવિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *