એક પ્રણયગીત

આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે,
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

સ્મરણની આ કેવી બલિહારી
જળ છલકછલક છલકે,
અલકમલકની અઢળક માયા
મંદ સુગંઘ મલકે.

સમંદરનાં જળ વાદળ થઇને ઝરમર ઝરમર ઝરે
આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે.

ચહેરો તારો સૂરજ જેવો
મહેક મોગરા જેવી,
રાતરાણીની સુગંધ હવામાં
રહે ઘૂંટાઇ એવી.

રાધા-શ્યામ તો એકમેકને આંસુ નિજનાં ધરે
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

3 replies on “એક પ્રણયગીત”

 1. Urmi Saagar says:

  ખૂબ જ સુંદર પ્રણયગીત છે!

  રાધા-શ્યામ તો એકમેકને આંસુ નિજનાં ધરે…. સુંદર શબ્દો!!

 2. Uday Trivedi says:

  khub saral ane madhur geet chhe !

 3. Uday Trivedi says:

  khub saral ane madhur geet chhe …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *