મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

– નયન દેસાઈ

6 replies on “મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ”

  1. Thanks for understanding my feelings in a proper way.Now, I am really curious about this rachana.Can someone explain it to me ? I think Vivekbhai is the right person since he liked it very much.OR Jayshreeben can you please contact the “reader” and tell him or her to explain it for me ?
    રોજ સવારે “ટહુકો” પરની પોસ્ટ જોવની ખુબ મજા આવે છે.પણ જ્યારે આવી કોઇ રચના આવી જાય ત્યારે ઉપર મુજબ નું વર્તન થઈ જાય છે.અને ટહુકા પરની પોસ્ટથી દિવસ શરુ કરવાની આદતના કારણે આવી લાગણી આવી જવી સ્વાભાવિક નથી ?તે છ્તાં….. Sorry for being a little rude.Anyway…Tahuko is my very favorite site and the only site I visit regularly.So I feel like my home here.Well…It’s my feeling.Haa..Haa…

  2. રુપલબેનની મીઠી ફરિયાદ……. જો કે શરુઆત વાંચીને થોડી harsh લાગી’તી. but in the end, your sentence : To make his life better I must let (him) know the honest opinion. તે વાંચીને મીઠો ઠપકો લાગ્યો અને હર્ષ વાળી વાત પણ ગમી. પણ સર્જકને કોઈ રોક ન હોય… વળી, અનેક અર્થચ્છાયા ઉપસે તો રચનાને અલગ અલગ દ્ર્ષ્ટિકોણથી માણી પણ શકાય. મેં એક રચના મારી સાઇટ પર મૂકી ત્યારે વાચકોને જ મેં કહેલું કે તમે તમારું અર્થઘટન પણ શૅર કરશો.
    http://webmehfil.com/?p=156

    વિવેકભાઈ અને પ્રીતમભાઈ બન્ને સર્જક હોવાથી તેઓ સર્જનને વધુ સ્પર્શી શક્યા તેથી તેઓ સુંદર કે મજા આવી ગઈ તેવું કહી શક્યા. બાકી આ જ પ્રીતમભાઈએ કોઇ રચનાને ગાર્બેજ પણ કહી જ છે. શક્ય હોય તો જયશ્રી તે લીંક મૂકજે.

    અને આ સાથે એવું પણ બન્યું છે કે વાચકને રચના ના સમજાય તો તે પ્રતિભાવમાં જ લખે છે અને વાચકવર્ગમાંથી જ કોઈ તેને યથાશક્તિ સમજાવવા પ્રયત્ન પણ કરે છે. તો આપ પણ એવું કરી જ શકો. ‘reader’ કરીને વાચકે કરાવેલ રસાસ્વાદની લીંક પણ મૂકીશ ?
    પણ What ? What is this ? Can you please explain it to me what do you mean by મજા આવી ગઈ ? તો તે વાતનો કોઈ અર્થ નથી રહેતો. તમે કહ્યું તે મુજબ, There is no harsh feeling for the poet here. છતાં પ્રથમ તો એવી જ લાગણી થઈ આવેલી અને અમે એવો પણ પ્રયત્ન કરીએ કે, કવિ ખુદ તમને તેની કલમ સમજાવે.
    નયનભાઈનો હું પણ કૉન્ટેકટ કરીશ અને વિવેકભાઈને પણ વિનંતી.
    જયભાઈની વાત મને તદ્.ન સાચી લાગી કે ગુજરાતી બ્લૉગ હજુ બાલ્યાવસ્થામાં છે પણ તેથી જ ઇન્ફેકશન જલ્દી લાગી જાયને ?!! પણ ટીકા-ટિપ્પણીઓ મદદરૂપ થાય જ તેથી હકારાત્મક અભિગમ રાખી ગુજરાતી નેટ જગત માત્ર શબ્દોનો સ્ત્રોત્ર ન બની રહી સર્જન અને વાચક/ભાવકની જોડતી કડી બની શકે તેવાં ચોક્કસ પ્રયત્ન કરશે. પણ એક સરસ વાત વાંચેલી યાદ આવે છે. “કવિતા કે રચના જ હંમેશ માટે ટકે છે , વિવેચન નહિં. કારણ વિવેચન કે અર્થઘટન સાપેક્ષ હોવાથી તે તો બદલાતું રહે છે.

  3. રુપલની મીઠી ફરિયાદમાં હું મારો સુર પુરાવું છું. ગુજરાતી બ્લોગજગત હજુ બાળઅવસ્થામાં છે. બ્લોગ પર કૃતિની સહેજ પણ ટીકા-ટિપ્પણી કરો તો બ્લોગવાળા બિમાર પડી જાય છે..તેમને તો ફકત સારંગી વાદનમાં જ રસ છે..જેમ કે..
    ખુબ જ સરસ રચના..
    ખુબ સુંદર..બહુ મજા આવી..આભાર..વગેરે..વગેરે.
    આવી ઘટીયા અને વાહિયાત કોમેંટો જોવા મળશે. કૃતિની છણાવટ કરતાં થોડું ઓફ ટ્રેક થવાય તો પણ ક્ષમ્ય છે. સંપુણૅપણે વિષય વસ્તુને વળગી રહેવું અશક્ય છે..
    જેમ કે કોટૅમાં વકિલ દલિલો પેશ કરતો હોય ત્યારે ફકત અને ફકત કેસ વિષે જ બોલતો ના હોય..કેસની આજુબાજુ..પોતાના કેસની અસરકારક રજુઆત માટે સમાજમાં ચાલતી સાંપ્રત ઘટનાઓ..ઉદાહરણ..
    વગેરે ટાંકી કેસને સમજવામાં અને આસાન કરવામાં મદદરુપ થાય તે રીતે રજુઆત કરે છે…કોઈ ઓફ ટ્રેક જઈ જઈને કેટલું જશે..કોઈની પાસે સમય છે..?
    ભાષાની મયૉદા રાખી વિચારોને અમયૉદિત વહેવા દો..કોઈના વિચારોને બળજબરીથી નિયંત્રિત કરવા કેટલું વ્યાજબી છે..બ્લોગની દુનિયાનું સૌથી મોટું જમા પાસુ આ જ છે..વિચારો..અભિવ્યકિતીઓને મુકતપણે વ્હેવા દો..ભાષાની મયૉદા સાથે..!!

    માતૃભાષાના સંવૅધનમાં ટીકા-ટિપ્પણીઓ પણ મદદરુપ થાય છે.
    સવાલ ફકત દ્રષ્ટિનો છે.

  4. What ? What is this ? Can you please explain it to me what do you mean by મજા આવી ગઈ ? what is so great about this rachana ? or You have just habit of praising people regardless.I think, either you both (Vivekbhai and Preetam) are maha pandito or I am maha murakh.Let me tell you one story here.
    એક પ્રખર બુદ્ધીશાળી,મહાપંડિત હતો.તેનો બુદ્ધી નો કુદકો એટલો કે સામાન્ય માણસ ને તો તેની સાથે વાત કરવી પણ અઘરી પડતી.એવા મા સરસ્વતિ ના આ દિકરા નું નામ હર્ષ.જો તમે સામ્ભળ્યુ હોય તો તેણે “ખંડનખંડ ખધ્ય ” ની રચના કરી અને ત્યારના રાજાને લોક ઉપયોગ માટે આપ્યુ.ત્યારે રાજા એ તેનો અસ્વિકાર કર્યો.અને કહ્યું કે ,”હે પંડિત તારી આ રચના ખુબ સુંદર છે.પણ સામન્ય માણસની સમજ માં આવે તેવી નથી તો પછી શું કામની ?” આમ કહીને પાછી આપી ત્યાર પછી હર્ષે નળ દમયંતિ ના સ્વયંવરની વાત જેમા લખી છે તે “નૈષદ્ય” ની રચના કરી.મા સરસ્વતિ એ પણ કહ્યું કે જે કૃતિ સરળ નથી અને મારા મત મુજબની છે તે સ્વાર્થી છે અને મને પ્રિય નથી.
    Complex લખાણ ભલે આજકાલની fashion હશે પણ તેને વગર સમજે સમર્થન આપનારથી તો ખુદ સરસ્વતિ પણ નારાજ છે.
    I love my child that does not mean whatever he or she does is always good.To make his life better I must let them know the honest opinion.I think it will help improve his or her life in a good way.There is no harsh feeling for the poet here.Only thing is, this gazal might be with a great meaning but it is hard to understand.I am not talking about Vivekbhai and Preetam here.They are great and I think intelligent too.So I am talking about સામાન્ય માણસો here.Like me.

  5. નયન દેસાઈ ની ગઝલ મા મજા આવી ગઈ, બહુજ સરસ્….

Leave a Reply to જય પટેલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *