ગઝલ – હરિશચન્દ્ર જોશી

નાટકનો અંત છે હવે ક્ષણમાં જ મંચ પર
પડશે ત્યાં શ્વેત પટ પછી સઘળા ય રંગ પર

જીવનના સાર રૂપ જે પામે તે વહેંચતા
ફૂલોએ નામ કયાં લખ્યાં છે કોઇ ગંધ પર

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

બેસીને પાંખ પર સતત એ વ્યાપતું રહે
જાણે કે નભ નભી રહ્યું કોઇ વિહંગ પર

સંકેલી લે હરીશ, ચરણ, માર્ગ, શ્વાસ પણ
છેલ્લો પ્રવાસ થાય બીજાના જ સ્કંધ પર.

——-

મને આ પંક્તિઓનો અર્થ ના સમજાયો. મદદ કરશો ??

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

2 replies on “ગઝલ – હરિશચન્દ્ર જોશી”

  1. Urmi Saagar says:

    આદિમ = પ્રથમ, પૃથ્વી પર સૌથી પહેલું પ્રગટેલું
    રંધ્ર = છિદ્ર, દુષણ

    It makes more sense after knowing the meanings of these words…

  2. સંકેલી લે હરીશ, ચરણ, માર્ગ, શ્વાસ પણ
    છેલ્લો પ્રવાસ થાય બીજાના જ સ્કંધ પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *