ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર

.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.

11 replies on “ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા”

  1. લખ્યાં અક્ષર સૌ કોઈ વાંચે અલખ્યા. ઉકેલે સો જોગી રે….

  2. નરસિહ મહેતાનુ ગહન તત્વચિન્તન અને ક્રૂષ્ણ પ્રત્યેનો અનન્ય ગોપી ભાવ ખૂબજ સરસ રીતે
    વ્યક્ત થયોછે બહુ ન ભણૅલા હોવા છતા કવિઓની શબ્દસ્રુષ્ટિ અને ભવાભિવ્યક્રિત કેટલી
    અદભૂત અને અલોકિક હોય છે તેના દર્શન અહિ થયા વગર રહેતા નથી.ભક્ત કવિ નરસિંહ મહેતાને સવારમા સાભળી મન ખુબજ પ્રસ્ન થયુ.
    નરસિંહ મહેતા એટલે આપણા મહાન ભક્ત કવિ. એમનું દરેક ભજન બહુ સુંદર હોય છે. આ ભજન પણ સરસ,અદભૂત છે.નરસિંહ મહેતા કૉનિ સાથએ ન સરખાવિ સકાય. મહાન વ્યકતિ હતા.

  3. જયશ્રિબેન ,
    અભર નરશિમહેતા નુ ભજન્ા સભલ્ વા થિ આનદ થયો
    વિનુભાઇ ન જૈશ્રિક્રિશ્ન.

  4. ગુજરાતિ સાહિત્યના અને ગુજરાતના આદિ કવિ નર્સિહ મહેતાનુ આ કાવ્ય ઘણા વખતે

    સાભળવા મળ્યુ, મઝા આવી વર્ષો સુધી ધો. ૧૨મા આકવ્ય ભણાવ્યુ છે.આજે એ વર્ગખન્ડ

    ાને વિદ્યાર્થીઓ સાથે થતી ચર્ચા બધુ યાદ આવી ગયુ,

    નરસિહ મહેતાનુ ગહન તત્વચિન્તન અને ક્રૂષ્ણ પ્રત્યેનો અનન્ય ગોપી ભાવ ખૂબજ સરસ રીતે

    વ્યક્ત થયોછે બહુ ન ભણૅલા હોવા છતા કવિઓની શબ્દસ્રુષ્ટિ અને ભવાભિવ્યક્રિત કેટલી

    અદભૂત અને અલોકિક હોય છે તેના દર્શન અહિ થયા વગર રહેતા નથી. ઊત્તમ

    ભક્તિકાવ્યનો ઉત્તમ નમૂનો. હુ વિદ્યાર્થીઓને કાયમ કહેતી હતીકે માડ ચાર ધોરણ સુધી

    ભણેલા કવિનુ કાવ્ય આપણે બારમા ધોરણના વિદ્યાર્થીઓ ભણવા અને મૂલવવા તો શુ? તેને

    પૂરેપૂરુ સમજવા પણ શક્તિમાન નથી અદભુત.

  5. સરસ શબ્દો અને સરસ અવાજ , મેરા ભારત મહાન આજે કહિયે છિયે પન નરસિન્હ મહેતા એ પહેલેથિ કહેલુ છે…..

  6. ભક્ત કવિ નરસિંહ મહેતાને સવારમા સાભળી મન ખુબજ પ્રસ્ન થયુ.

  7. નરસિંહ મહેતા એટલે આપણા મહાન ભક્ત કવિ. એમનું દરેક ભજન બહુ સુંદર હોય છે. આ ભજન પણ સરસ છે.

    • લખ્યાં અક્ષર સૌ કોઈ વાંચે અલખ્યા. ઉકેલે સો જોગી રે….

  8. ખુબ જ સરસ, અને બિજુ કહુ તો આભાર જયશ્રિ બેન તમારા આ પ્રયાસ બદલ, ગુજરાતિ ફોન્ટ જો મલે તો મજા આવિ જાય

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *