સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી

ફેબ્રુઆરી ૨૦૦૯ માં ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત – આજે સોલીભાઇના સ્વર – સંગીત સાથે ફરી એકવાર.. અને આજે નહીં પૂછું કે ગમશે ને? – આજે તો મને ખબર છે કે આ મઝાનું ગીત ફરી ફરી માણવું તમને ગમશે જ 🙂

સ્વર : સોલી કાપડીયા

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

(સુક્કી જુદાઇ……Lassen Volcanic National Park, CA – Sept 09)

.

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,

જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !

કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

23 replies on “સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી”

  1. સુકકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે…
    આ ઉત્કૃષ્ટ કક્ષાનું સ્વરાંકન શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું છે જે અલબત્ત મારા અવાજમાં જાણીતું થયું છે. આ મારું સ્વરાંકન નથી.
    ગુજરાતી સુગમ સંગીતનું મસ્તક ગર્વથી ઊંચું કરનારા અદ્વિતીય સ્વરાંકનોમાંનું આ અણમોલ રતન છે જેની પરખ સાચા ઝવેરીઓ જ કરી શકે એમ છે. છતાં, આપ સહુની કૉમેન્ટ્સ બદલ આભાર.
    Jayshree, thanks for posting this rare melody. Kindly make necessary changes.

    -સોલી કાપડિયા
    +91-98211 31793

    • Thank you so much Solibhai for the correction. I have made the necessary updates. So glad to see you have visit the site and took time to notify me of the correction needed.

  2. અનિલભાઈ ની સુંદર રચના..

    વાંચીને માણવા જેવી…

  3. જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
    પરપોટા વીણતા દરિયે

    બહોત ખુબ અનિલભાઇ! વીણીયે મોતિ ને હાથતો લાગ્ર માત્ર પરપોટા.

  4. ફરીથી એજ કહીશ,શરસ છે પંણ આરતીમુકરજીએ ગાયેલ વધુ સારું ( ઘણુ વધુ સારું છે).
    વિરહ ની વેદના અને વિશાદ આરતીના સ્વરમા વધુ ઘુટાયેલો છે.જો કે પસંદ અપની અપની —
    ભરત પંડ્યા.

  5. જુદાઈની વેદના અને મિલનની આશા ઍનુ નામજ જિંદગી..

  6. વિરહ ને વરસોથી શબ્દોમા વ્યક્ત કરવાનો પ્રયાસ થાય છે. અને તો પણ એની વેદના અવ્યક્ત રહી જાય છે..એટલેજ આવી સુંદર કવિતા માણવા મળી..

  7. સોલીનુ સરસ સ્વરાન્કન અને સરસ ગાયકી શ્રી અનિલ જોશીના શબ્દો તો અફલતુન જ હોય છે…..

  8. સરસ કવિતા..
    કોણ જાણે હવે કેમ હવે..
    કોઇ મરવા દીયે તો કોઈ મરીયે,
    છાના ઉગવુ અને છાના મરવુ,
    સાવ સાચ્ચી વાત..

  9. ખુબ સુન્દર કવિતા…..વાચવાનિ મઝા આવિ…

    Can we expect better music composition from Soli?
    Sure, this is not one of is good composition.

  10. છાના ઊગીને છાના ખરીએ
    તમો આવો તો બે’ક વાત કરીએ…..

    વિરહની અનુભૂતિનું નાવિન્યપૂર્ણ ગીત!
    અભિનંદન!

  11. કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
    મરવા દીયે તો કોઇ મરીયે !

    આ પન્ક્તિ યે તો વિચર મ મુક્યા

  12. સરસ ગીત. આ ગીત ફલ્ગુની શેઠ – ધોળકિયાના સ્વરમા “અમે કોમળ કોમળ” અલ્બમમા પણ સામ્ભળ્યુ છે.

    • અમે કોમળ કોમળમા ગવાયેલું સુક્કેી જુદા ઇ નેી ડાળ આરતિ મુકરજેી એ ગાયેલ ચ્હે. ઍ આ કરતા મને વધુ ગમે છે

  13. સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
    છાના ઊગીને છાના ખરીએ
    તમો આવો તો બે’ક વાત કરીએ…

    વાહ! કેટલી સાચી વાત આ ગીતમાં કવિએ કેટલી સરસ રીતે વર્ણવી છે!

  14. લીલા ડોલર ની ડાળ તણા ફૂલ્ અમે
    રાત્રે ઉગી ને દિવસે ખરી એ

  15. વાહ્.. !! સુંદર વાત !! તો બન્ને અંતરા પણ બહુત ખૂબ !!

    કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
    ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
    રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
    આંસુ ચણોઠી થઇ જાતાં !

  16. સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
    છાના ઊગીને છાના ખરીએ
    તમો આવો તો બે’ક વાત કરીએ…

    – ક્યા બાત હૈ! ખૂબ સંજીદા વાત કરી દીધી… વાહ !

Leave a Reply to jaykant Cancel reply

Your email address will not be published. Required fields are marked *