એ સોળ વરસની છોરી – પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી…

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખા ગાલે ખંજન રાખે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
એ સોળ વરસની છોરી…

એનાં પગલે પગલે પ્રકટે ધરતી-ધૂળમાં કંકુની શી રેલ,
એનાં શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બિડ્યા હોઠ મહીં તો આગ ભરેલા ફાગણ ગાતો હોરી;
એ સોળ વરસની છોરી

6 replies on “એ સોળ વરસની છોરી – પ્રિયકાંત મણિયાર”

  1. આ કાવ્ય ભારતના શ્વાસનુઁ છે.શ્રેી વિવેક્ભાઇ ટેલર કૉમ્પ્યુટર…
    સોળ અને સત્તર વર્ષમાઁ એક વર્ષનુઁ સ્પષ્ટ અઁતર છે !
    ઉઁમર અને સૌન્દર્યમાઁ ફેર તો પડે જ ને ?બન્નેનો આભાર !

  2. where is the audio bar in this song ? i couldn’t see in Radha Nu naam tame……also. Any problem ? if at all please try and rectify.

    with love

    sur

  3. I am glad you posted this song. It brought back memories of my 10th grade. I had a privileged to hear this song from Shree Priyakant Maniyaar himself in my school (I happened to be a secretary of High School literary society and introduced him on the stage). Great Geet, Great Poet. …Ashok Thakkar….Detroit

Leave a Reply to sur Cancel reply

Your email address will not be published. Required fields are marked *