યા હોમ કરીને પડો – નર્મદ

આજે ફરી એકવાર…. મોરપિચ્છ પર મુકાયેલું ગીત, સંગીત સાથે પુન: રજુ કરુ છું.

મારા અને તમારા બધા તરફથી મેહુલભાઇનો આભાર, જેમણે પોતાનું આ સંગીતબધ્ધ કરેલ ગીત ટહુકા માટે મોકલ્યું. 2 દિવસ પહેલા જ આપણે એમનું ‘પ્રિયતમ.. મારા પ્રિયતમ..’ એ ગીત સાંભળ્યું હતુ, એ યાદ છે ને ? એ ગીત, અને બીજા થોડા ગીત તમે મેહુલભાઇની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ( અને થોડા દિવસ રાહ જોશો તો એક એક કરીને બધા ગીત ટહુકા પર આવે છે 🙂 )

સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : મેહુલ સુરતી

success

.

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

( કવિશ્રી નર્મદાશંકર દવે : જન્મ 24-8-1833 )

20 replies on “યા હોમ કરીને પડો – નર્મદ”

  1. સુદર સંગીતમા ગવાયેલ નમૅદનુ આ શૌયૅ ગીત આજના વિધ્યાથીઓને સાહસ અને સંઘષૅમા પ્રેરણાદાયક થશે

  2. યા હોમ કરિને પ……..barabar sambhdi sakayu nahi,narmad ni amar krutima vikshep padyo,aavu sathi thayu,ke purikavita gavayeli nathi,janavva krupa karso……aabhar

  3. કવિ નર્મદે એ કાળમા દેશભક્તિનુ રણશિન્ગુ ફુક્યુ હતુ..એમનિ રચનાઓમા એક અજબ પ્રકારનુ સામર્થ્ય જણાય ….કવિવર્યને લાખો સલામ…

  4. […] કવિ નર્મદની આજે જન્મજયંતિ.  ગુજરાતી સાહિત્યનાં પ્રથમ આધુનિક કવિ સાથે વીર નર્મદનુ બિરુદ પણ તેમને મળ્યું.  આજે વીરરસ ધરાવતી તેમની બે રચનાઓ.  આ ગીતને સુરતનાં જ મેહુલ સુરતીએ સ્વરબદ્ધ પણ કર્યું છે.  ( ઑડિયો ) […]

  5. વેલ , ખુબ ગમયુ કવિ નર્મદની કલમ , પાર્થિવ અને મેહુલ નો આવજ પછિ જોવુ શુ ,યા હોમ કરિને કુદિ પદવુ .

  6. પાર્થિવ નો પહાડી અવાજ્, મેહુલ નો સજાવેલો સાજ્ ..!!!!well done..!!

  7. YAHOOM-Very nice song. It is an energetic song and it is a very nice song. It is about confidence and is very nice for the new generation. It gives us energy to do work

  8. રુંવાડા ઉભા કરી દે એવું ગીત આપવા બદલ ધન્યવાદ

  9. ગુજરાતી સાહિત્યના ઉત્તમ શોર્યગીતોમાંથી એક… સુંદર સંગીત, મેહુલભાઈ ! !

  10. i have the audio recording of the song..! if anyone interested …sure i will upload the audio web..as i did one audio album “narmad dhaara” !
    i have 8 songs last i composed,,some songs are really kool !

  11. કવિ નર્મદે તેમના સમયમાં ગંધાઈ ગયેલા માળખામાં સબડતા સંકુચિત સમાજમાં પ્રાણ ફૂંકવા ભગીરથ પ્રયત્નો કરેલ. “યા હોમ … “ તેનું ઉદાહરણ છે. જયશ્રી! આ અમર કૃતિ યાદ કરવા બદલ અભિનંદન … હરીશ દવે અમદાવાદ

    • નમૅદનુ આ શૌયૅ ગીત આજના વિધ્યાથીઓને સાહસ અને સંઘષૅમા પ્રેરણાદાયક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *