હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ

પહેલા ૨૨ ઓગસ્ટ ૨૦૦૬ માં મુકેલી કવિ રમેશ પારેખની ગઝલ આજે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં….
આવતી કાલે આ ધુરંધર સ્વરકારનો જન્મદિવસ.. એટલે જરા એક દિવસ advance માં એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! એઓ વર્ષોના વરસ આપણને આમ જ એમના સૂર-સંગીતના જાદુમાં તરબોળ કરતા રહે એવી અમિત શુભેચ્છાઓ..!!

vahemwali jaga

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે

( કવિ પરિચય )

25 replies on “હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ”

  1. “પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
    કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે”

    કેટલો બધો થાક !

  2. ઉતમ શબ્દો અને ઉતમ સ્વર રચના નો એક અદભુત સમન્વય .
    જયારે અને જેટલી વાર સાંભળીએ ત્યારે આનંદ જ આનંદ આવે.

  3. હવે પાંપણોમાં અદાલત ભરાશે
    મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
    કવિ ર.પા.નો બહુજ જાણીતો શેર..આજે ફરી સાંભળ્વાની તક મળી.ટહુકાનો ખુબ ખુબ આભાર્,,

  4. આવું તો ર.પા જ લખી શકે અને પુ.ઊ. જ ગાઈ શકે.અતિ સુંદર!!

    હવે પાંપણોમાં અદાલત ભરાશે
    મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…..

    આ પંકતી બહૂજ ગમી.

  5. વાહ વાહ પસા ભઐ ને વળિ .. ર પા નુ કવન .. શુ કહેવુ?

  6. Waah! Dhanya Dhanya Kavi Shri Ramesh Parekh.

    Dhanya Dhanya Purushottambhai – what a composition and singing!

    Dhanya Dhanya Gujarati Bhasha, Kavita – Ane Aa Jiv – jene aavi – aavi sundar rachana-o sambhalva malya kare chhe!

    Dhanya Jayshreeben-Amitbhai and Team Tahuko – AABHAR kahine ne aap na karya-karvaya na mool nahi karu … Sahu ne khoob khoob Dhaynavad. Bas Aam J Pyali Paya Karsho.

  7. શ્રી પુરુશોત્તમ ઉપધ્યાય ને જન્મદિવસ ની ખુબ્-ખુબ વધાઈ.

  8. ર.પા.ની આ સુંદર ગઝલ,અનેકવાર એમના જ પઠનમાં રૂબરૂ સાંભળી છે પણ,આજે અહીં
    ફરીથી માણવી બહુજ ગમી….
    આભાર જયશ્રી/અમિત અને ટીમ ટહુકો.

  9. આવું તો ર.પા જ લખી શકે અને પુ.ઊ જ ગાઈ શકે/ અફલાતુન.

    ‘સ્વપ્ન’ જગાએ ‘સ્વપ્નો’ હશે (ચોથી લાઈન).

  10. .બસ. PU.. વષૉ સુધી ગાયા જ કરે અને સાભળ્યા જ કરીયે………

  11. સરસ શબ્દો, અફ્લાતુન સ્વરાંકન, સ્વરકારને અભિનદન, જન્મદિવસ નિમિતે શુભ કામનાઓ, શ્રી જયશ્રેીબેન, આભાર………….

  12. હવે પાંપણોમાં અદાલત ભરાશે
    મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે
    અદભુત…..બસ. PU.. વષૉ સુધી ગાયા જ કરે અને સાભળ્યા જ કરીયે………

  13. ખુબ સરસ કવિતા..

    પહાડો ઉભા રહીને થાકયાં છે એવા કે
    પરસેવા,,નદીઓની પેઠે વહ્યાં છે..

    વેદનાની ચરમસીમા આ પંક્તિ મા આવી જાય છે..

  14. શુઁ સરસ કવિએ કલ્પના કરેી ચ્હે. ખુબ જ સુઁદર.એકે એક પઁકતેી ઘણુઁ કહેી જાયચ્હે.ધન્ય વાદ માટે શબ્દો જડતા નથેી.

  15. ખરેખર આપણો અમુલ્ય વારસો જાડવી રાખ્યો છે.આપને ઘણો ઘણો આભાર. ઘણું જીવો ગુજરાત.

  16. if u want to sing then u will find the song.no surprise when jayashree have world`s best collection of songs and complementary photos….
    i think i am incapable to measure your range.

  17. મારા પ્રિય કાવ્યોમાંનું એક સુંદર કાવ્ય…

    હવે પાંપણોમાં અદાલત ભરાશે
    મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

    આ પંક્તિ મને ખૂબ જ ગમે છે.

    આભાર જયશ્રી!

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *