એક અણસારનો પડદો છે – રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી

(સંગે-મરમરની લહેરો…. 10 Miles Beach, Fort Bragg, California – Nov 30, 2008)

* * * * *

સ્વર – હેમા દેસાઇ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

– જવાહર બક્ષી

* * *
અને હા… Happy Birthday to વ્હાલા કવિ ડૉ. મુકુલ ચોક્સી 🙂

15 replies on “એક અણસારનો પડદો છે – રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી”

  1. absolutely fabulous gazal, its words and of course Hemagini Desai ben’s voice …

    I think the Raag is Baageshree and Taal is Dadara..

    Vah… MAZA AAVEE GAI.. 4 to 5 times I listened to it.. will listen more..

  2. આપનેી ભાશા નુ ઘરએના જેવિ ગઝલ.શબ્દ,સુર અને સુન્દર સન્ેીત
    વિજય દેસાઈ

  3. Adbhoot kruti..utkrusht swarniyojan ane khoob j surel ane bhaav-vaahi rajuaat!!!!!! All three are at their best !! Waah! kya baat !! (Kshatio maate kshmayachna)

  4. adbhoot kruti..utkrusht swarniyojan n khoob j bhaav-vaahi rajuaat!!!!!! All three are their best !! Waah! kya baat !!

  5. Fabulous words ,fantastic composition by Purushottambhai and beautifully sung by Hemaben. Its my personal favourite and we shud be thankful to these stalwarts of music for gifting us this kind of quality in Gujarati Sugam Sangeet. Bravo

  6. Isn’t this sung by Hemangini Desai as stated in Taaraa Sheher Maan? A beautiful Gazal, very well sung, with beautiful words.

  7. નગ્ન સત્ય પન સરસ રિતે કહિ શકાય એ વાત ગઝલ સાભ્લ્યા પચિ ખબર પદિ

  8. It’s really wonderful Gazal . Life of such women is teemed with many difficulties and hardships.I ever dislike the stereotype gujju expression used to call such class of people as they are the victim of our social inefficiency to give equal opportunities to make one’s progress. Very heart touching composition Purashotam sir. Thanks from the deep

  9. ખરેખર આજ્ના માનવજીવન માટે આ આખી ગઝલ જ લાગુ પડે છે.

  10. આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
    અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

    આ પંક્તિ માત્ર રૂપજીવિને નહીં આપણને સૌને લાગુ પડે છે એવું નથી લાગતું?

    સ્વર કોનો છે?

Leave a Reply to Vijay Pathak Ghazal Singer Cancel reply

Your email address will not be published. Required fields are marked *