શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર ! – ગૌરાંગ ઠાકર

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !

એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !

પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !

વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

– ગૌરાંગ ઠાકર

7 replies on “શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર ! – ગૌરાંગ ઠાકર”

 1. pragnaju says:

  પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
  દ્વારને હોવું મળે સાંકળ વગર !
  સરસ
  યાદ આવી
  મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
  તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

 2. Pinki says:

  છાપ સિક્કાની મને બંને ગમે
  માત્ર તું એને ઉછાળે છળ વગર !

  આ તો મારી ગમતી વાત……..

  ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
  શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

  બહુત ખૂબ મત્લા !!

 3. અદભુત ગઝલ… એક-એક શેર કાબિલે-દાદ થયા છે… વાહ!!!

 4. SHAUNAK PANDYA says:

  છાપ સિક્કાની મને બંને ગમે
  માત્ર તું એને ઉછાળે છળ વગર ! VAHHHH……..

 5. mukesh parikh says:

  વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
  હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

  અદભૂત કલ્પના…. ખૂબ જ સુંદર રચના…

  ‘મુકેશ’

 6. sanju vala says:

  છાપ સિક્કાની મને બંને ગમે
  માત્ર તું એને ઉછાળે છળ વગર
  સરસ શેર.

  વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
  મને પેલા અન્ગ્રેજ કવિ યાદ આવ્યા.

 7. SWEETU/AHMEDABAD says:

  KHUBAJ SARAS MAJA AVI GAI.JETLU PAN KAHI A ATLU OCCHU LAGE CHE.REALY,REALY GREAT GAZAL.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *