એણે કાંટો કાઢીને – વિનોદ જોષી

આ પહેલા ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું ગીત, આજે રવિન નાયકના સ્વર-સંગીત સાથે ફરી એકવાર રજૂ કરું છું.

સ્વર – સંગીત : રવિન નાયક

.

એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

17 replies on “એણે કાંટો કાઢીને – વિનોદ જોષી”

  1. ગુલાબ એક અતિ સુન્દર પુશ્પ પણ તેને કાટા કેમ? શુ તેનિ રક્શા માટે? પુશ્પ નુ કામ સુગન્ધ ફેલાવાવ નુજને? કુદરત ના ખેલ સમજાતા નથિ. અન્તમા તો કર્માય જ્વુ અન્ને ખરિજ્વુજ ને તો પછિ કાટા કેમ? કોઇ સમજાવ શો? કારણ.આ પ્ર્શ્નન તો કોઇ ક્વિજ સ્મજાવિ શકે કાવ્ય થકિ.

  2. કવિશ્રિ બોટાદકરની માતૃભુમિના પનોતા પુત્રને મારા અભિનન્દન.

  3. I just checked the post, and the audio is working fine. Please try a different browser, or try installing latest flash player. That should fix the problem.

  4. વાંચતા જ ખ્યાલ આવી જાય કે શ્રીવિનોદ જોશીનું ગીત હશે.

  5. એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
    હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

    પછી ઢોલિયે જરાક પડી આડી તો,
    અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
    ઓશીકે બાથ ભરી લીઘી તો,
    ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

    – મજાની અભિવ્યક્તિ !

  6. નામ એનુ લેતા ક્ંઈ ક્ંઇ થાય ;હૈયા મા મોરલો ટહુકે આજ.ઓસરિ મા જાતા દિવા થાય ;ઓરડો મારો ઝળહળે આજ……

  7. પ્રિયતમાની એક્લતાની વેદનાને કવિશ્રી વિનોદ જોશીએ સર રીતે ગીતમા વ્યક્ત કરી, શ્રી રવિન નાયકના સ્વરમા સાંભળવાનો આનદ સારો રહ્યો, આભાર……

  8. The voice and composition, both are truly remarkable. It was very refreshing to listen to this song. I am impressed with the talent of the singer and composer, Ravin Nayak. My congratulations and best wishes to Ravin Nayak for this song and hope to listen to more songs by you. Thanks,

    Dinesh O. Shah,Ph.D. Gainesville, Florida, USA

  9. જયશ્રીબેન,
    વિનોભઈ જોષી ના આ કાવ્યમાં સ્વપ્નમાં જે રીતે ” એકલતામાં જંખના કરતી નવોઢાની મનસ્થિતિ સારી રીતે રજૂ થઈ છે, પણ સ્વરમાં થોડો રસભંગ થાય છે.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  10. ખુબ સ્રરસ, જાણે કે સાથે જ વહી જસુ….એમ લાગે.
    અદભુત……….

  11. Wah! Wah? What a song! Truly romantic and erotic! Ravin Nayak has ‘lived’ each and every word of the lyric so one can conjure up the whole scene which is described in the song. Especially, his playing with the words ‘Phar…(flying butterflies)and ‘aaghi jaun ne ori aavun’ so is so onomatopoeic! It was a sheer joy to listen to this song. I was Ravin Nayak’s fan when I was in India but for so many years, after left India, could not get a chance to listen to his songs. Thanks for geeting me back to one of my favorite singers.

  12. કોઇ મારામાં ઓગળીને પરભારું ડૂલ !
    કોણ ઓગળ્યું હશે ?…. આભાર !

  13. હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
    કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

    બહુ જ સુંદર રચના,
    ગામઠી શબ્દો થી રસસભર …
    આભાર.

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *