ને મોરલો અધૂરો રહ્યો.. – અનિલ જોશી

થોડા દિવસ પહેલા અનિલ જોશીનું સાંજ હીંચકા ખાય સાંભળ્યું હતું, એમનું જ બીજું એક ગીત… અનિલ જોશીના શબ્દો સાથે મારો સૌથી પહેલો નાતો જોડાયો હતો – ‘મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી‘ ગીતથી.. અને હજુ આજે પણ એ ગીત જેટલીવાર સાંભળું એટલીવાર કવિને સલામ કરવાનું મન થાય છે…

સ્વર : વિભા દેસાઇ
સંગીત : રાસબિહારી દેસાઇ

.

હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો;
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.

પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહ્યો;
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહ્યો.

બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહ્યો;
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને અધૂરો રહ્યો.

4 replies on “ને મોરલો અધૂરો રહ્યો.. – અનિલ જોશી”

  1. આસથે મોર બનિ તહુકર કરે અને મોર્લો બોલ્યો રે માર મહિ યર નો આબન્ને ગ્ગ્તો નિ હયાદ આવિ ગૈ અમો કોશિશ કરિને સામ્ભલ્વનિ મઝ માનિશુ અને ના મલે તો મદદ કર્સોને જય્શ્રેી બેન ? મઝમ હસોજ અને ખુસ રહો હમેશ ન મતે….આભર જય્શ્રેીક્રિશ્ન શોર્ત ફોર્મ જે એસ કે

  2. અનિલભાઇ ની રચનાઓ બહુજ સીધી ને સરળ હોય પણ ગહન પણ એટલીજ હોય.. એજ એની મજા હોય

Leave a Reply to Ranjit Ved Cancel reply

Your email address will not be published. Required fields are marked *