ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે

આંખ્યુંમાં ઝળઝળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે,
અંદરથી ખળભળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે !

રાજપાટને હડસેલીને જેને માટે નીકળેલી એ મીરાંને
સામે મળિયા શામળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

છાતીમાં વિખરાયેલા એ કાટમાળને રહી રહીને જોયા કરતી આ પગલીની
કૈંક યાદના
તૂટ્યાં તૂટ્યાં તળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
અરે ચાંદનીના ક્યારામાં
રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

રોકો એને રોકો રે આ ગમગીની ઘેઘૂર બને એ પ્હેલાં
એને રોકો રે, એ પીડા નામે ગામને પાદર
હમણાં મળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

8 replies on “ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે”

  1. શામળિયા,ખળભળિયા,શામળિયા,બાવળીયા- પ્રાસ સહજ રીતે
    સુન્દર લાગે છે..કોઈ રોકો -ધ્રુસ્કે ચઢશે..માનવીની અસહાયતાને સુંદર વાચા આપી છે..ખૂબ અસરકારક -sensitive galvanometer -સૂક્ષ્મ ને તિક્ષ્ણ ગીત..

  2. હમણાં મળીયા રે !કોઇ રોકો નહીં તો…..
    ધ્રૂસ્કે ચડશે !….વાહ કૃષ્ણ જી ! આભાર !

  3. સીધી દીલમાં ભોંકાય એવી અણીદાર વાત.

    સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
    ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
    અરે ચાંદનીના ક્યારામાં
    રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

Leave a Reply to Dhaval Cancel reply

Your email address will not be published. Required fields are marked *