ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે

આંખ્યુંમાં ઝળઝળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે,
અંદરથી ખળભળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે !

રાજપાટને હડસેલીને જેને માટે નીકળેલી એ મીરાંને
સામે મળિયા શામળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

છાતીમાં વિખરાયેલા એ કાટમાળને રહી રહીને જોયા કરતી આ પગલીની
કૈંક યાદના
તૂટ્યાં તૂટ્યાં તળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
અરે ચાંદનીના ક્યારામાં
રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

રોકો એને રોકો રે આ ગમગીની ઘેઘૂર બને એ પ્હેલાં
એને રોકો રે, એ પીડા નામે ગામને પાદર
હમણાં મળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

8 replies on “ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે”

 1. Dhaval says:

  સીધી દીલમાં ભોંકાય એવી અણીદાર વાત.

  સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
  ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
  અરે ચાંદનીના ક્યારામાં
  રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

 2. manvant says:

  હમણાં મળીયા રે !કોઇ રોકો નહીં તો…..
  ધ્રૂસ્કે ચડશે !….વાહ કૃષ્ણ જી ! આભાર !

 3. Madhu says:

  Verygood poem, emotional!

 4. maharshi vyas says:

  saachi vaat chhe madhu bhai ni kharekhar saaru geet chhe gahan arth chhe

 5. GURUDATT says:

  શામળિયા,ખળભળિયા,શામળિયા,બાવળીયા- પ્રાસ સહજ રીતે
  સુન્દર લાગે છે..કોઈ રોકો -ધ્રુસ્કે ચઢશે..માનવીની અસહાયતાને સુંદર વાચા આપી છે..ખૂબ અસરકારક -sensitive galvanometer -સૂક્ષ્મ ને તિક્ષ્ણ ગીત..

 6. shailesh jani says:

  વાહ ખુબ જ સરસ ,,,,,,,,,,,,,,,,,

  શૈલેશ જાનિ
  ભાવનગર

 7. gopal says:

  વાહ્…… આ ગુન્વન્ત શાહ નિ વેબ સાઈડ સે……………..

 8. PAYAL A SEVAK says:

  હુબ જ સુન્દર્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *