થોડું અંગત અંગત… – કાજલ ઓઝા-વૈદ્ય

(સાંજને ઉંબર આવ….  Photo from Flickr)

* * * * * * *

સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત-અંગત.
પોતપોતાનાં મહોરાં ચીરી
માણી જોઈએ સાચી સંગત.

તું ડરવાનું છોડી દે
હું ભાંગી નાખું ભ્રમ બધાયે.
છલનો ઢાંકપિછોડો છોડી,
અપેક્ષાઓનાં બંધન તોડી,
અવલંબનનો અર્થ શોધીએ!

ગઈ તે ક્ષણને વીસરી જઈને
વિશ્વાસની વ્યાખ્યા ફરીથી લખીએ.

જૂનાં નામ હું ભૂંસી નાખું.
લીટા બધા લૂછી નાખું.
કોરો કડકડતો કાગળ લઈએ,
એક-બીજાની સાથે રહીને,
નવી જ કોઈ રચના કરીએ.

તૂટેલા-ફૂટેલા ટુકડા,
કોઈક કાળા-કોઈક ઊજળા
એક પેટીમાં મૂકી દઈને
ઊંડી ઊંડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ.
સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત અંગત…..

23 replies on “થોડું અંગત અંગત… – કાજલ ઓઝા-વૈદ્ય”

  1. it is very nice. gai te kshan ne visri jai ne visvas ni navi vyakhya lakhiye. aa pankti khubaj saras 6e pan hakikat ma aavu nathi bantu jo bantu hot to manas aatlo dukhi na hot

  2. વાહ કાજલબેન,
    તમને આ સાહિત્યપ્રકારમા પહેલિ વખત માણવાનો મોકો મળ્યો.
    -આશિષ્

  3. simple words but deep wishful thinking…. this always has been a speciality ofyours….

    tushar shah
    gandhinagar.

  4. એ જયશ્રી, મને તો આ સરસ રચના ‘કોઈક’ને ડેડીકેડ કરવાનું મન થઈ ગયું જો ! 😀

  5. સરસ રચના, ક્વિયત્રિને અભિનદન અને આપ્નો આભાર્………

  6. જૂનાં નામ હું ભૂંસી નાખું.
    લીટા બધા લૂછી નાખું.
    કોરો કડકડતો કાગળ લઈએ,
    એક-બીજાની સાથે રહીને
    સુદર મધ્રરમ

  7. જૂનાં નામ હું ભૂંસી નાખું.
    લીટા બધા લૂછી નાખું.
    કોરો કડકડતો કાગળ લઈએ,
    એક-બીજાની સાથે રહીને,
    નવી જ કોઈ રચના કરીએ.

    કાજ્લબેન,
    સ્૨સ ર્ચ્ના મનને ગ્મેી ગઈ. આભાર્.

  8. જુનુ ભુલેી ને નવેસરથેી જિન્દગેી જિવવાનેી હામ આપે તેવેી રચના ચે.

  9. જૂનાં નામ હું ભૂંસી નાખું, લીટા બધા લૂછી નાખું.
    કોરો કડકડતો કાગળ લઈએ,એક-બીજાની સાથે રહીને,
    નવી જ કોઈ રચના કરીએ………. very nice !!

  10. કાજલ બેન ની રચનાઓ ઘણી જ સરસ હોય છે.
    ગઈ તે ક્ષણ ને વિસરી જઈ ને,
    વિશ્વાસ નિ વ્યખ્યા ફરી થી લખીએ.
    સરસ છે.

  11. સરસ રચના.કાજલબેનની બીજી રચનાઓ વાંચવી હોય તો ક્યાં વાંચવી?

    સપના

Leave a Reply to mayur vaishnav Cancel reply

Your email address will not be published. Required fields are marked *