થોડું અંગત અંગત… – કાજલ ઓઝા-વૈદ્ય

(સાંજને ઉંબર આવ….  Photo from Flickr)

* * * * * * *

સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત-અંગત.
પોતપોતાનાં મહોરાં ચીરી
માણી જોઈએ સાચી સંગત.

તું ડરવાનું છોડી દે
હું ભાંગી નાખું ભ્રમ બધાયે.
છલનો ઢાંકપિછોડો છોડી,
અપેક્ષાઓનાં બંધન તોડી,
અવલંબનનો અર્થ શોધીએ!

ગઈ તે ક્ષણને વીસરી જઈને
વિશ્વાસની વ્યાખ્યા ફરીથી લખીએ.

જૂનાં નામ હું ભૂંસી નાખું.
લીટા બધા લૂછી નાખું.
કોરો કડકડતો કાગળ લઈએ,
એક-બીજાની સાથે રહીને,
નવી જ કોઈ રચના કરીએ.

તૂટેલા-ફૂટેલા ટુકડા,
કોઈક કાળા-કોઈક ઊજળા
એક પેટીમાં મૂકી દઈને
ઊંડી ઊંડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ.
સાંજને ઉંબર આવ,
આપણે રમીએ થોડું અંગત અંગત…..

23 replies on “થોડું અંગત અંગત… – કાજલ ઓઝા-વૈદ્ય”

 1. M.D.Gandhi, U.S.A. says:

  કાજલ ઓઝાની સરસ રચના છે.

 2. તમારિ પસન્દ ને મારિ સલામ્.ખુબ સરસ રચ્ના.

 3. Chi, Jayshreeben.
  Khubaj saras rachna,composition.ek nasho thai gayo chhe ke tahuko joya,sambhalaya vagar divas puro thayaj nahi.

 4. sapana says:

  સરસ રચના.કાજલબેનની બીજી રચનાઓ વાંચવી હોય તો ક્યાં વાંચવી?

  સપના

 5. કાજલ બેન ની રચનાઓ ઘણી જ સરસ હોય છે.
  ગઈ તે ક્ષણ ને વિસરી જઈ ને,
  વિશ્વાસ નિ વ્યખ્યા ફરી થી લખીએ.
  સરસ છે.

 6. Anupama - Dubai says:

  i read the song, not all songs can be heard rt? maybe some luck tomrrow!!

 7. kantilal kallaiwalla says:

  Khub saras.kajalbenni kavita, jaysreebenno tahuko,khub saras khub saras

 8. Pinki says:

  જૂનાં નામ હું ભૂંસી નાખું, લીટા બધા લૂછી નાખું.
  કોરો કડકડતો કાગળ લઈએ,એક-બીજાની સાથે રહીને,
  નવી જ કોઈ રચના કરીએ………. very nice !!

 9. Jayshree says:

  Anupama,
  You are right. Not all songs can be heard.

  You can visit this page : Site Guide
  http://tahuko.com/?page_id=1345

  where you can get more details about how to identify the songs which should have a music player.

 10. darshana bhatt says:

  જુનુ ભુલેી ને નવેસરથેી જિન્દગેી જિવવાનેી હામ આપે તેવેી રચના ચે.

 11. કાજલ વૈદ્ય – ઓઝાની વધુ બે રચના આપ અહીં માણી શકો છો:

  http://layastaro.com/?cat=561

 12. RAMESH PANCHAL says:

  જૂનાં નામ હું ભૂંસી નાખું.
  લીટા બધા લૂછી નાખું.
  કોરો કડકડતો કાગળ લઈએ,
  એક-બીજાની સાથે રહીને,
  નવી જ કોઈ રચના કરીએ.

  કાજ્લબેન,
  સ્૨સ ર્ચ્ના મનને ગ્મેી ગઈ. આભાર્.

 13. ashalata says:

  સરસ રચના——

 14. ashutosh bhatt says:

  અભિનન્દન, કાજલબેન..આ રચના ખુબ ગમેી.

 15. navin says:

  જૂનાં નામ હું ભૂંસી નાખું.
  લીટા બધા લૂછી નાખું.
  કોરો કડકડતો કાગળ લઈએ,
  એક-બીજાની સાથે રહીને
  સુદર મધ્રરમ

 16. Maheshchandra Naik says:

  સરસ રચના, ક્વિયત્રિને અભિનદન અને આપ્નો આભાર્………

 17. એ જયશ્રી, મને તો આ સરસ રચના ‘કોઈક’ને ડેડીકેડ કરવાનું મન થઈ ગયું જો ! 😀

 18. tushar shah says:

  simple words but deep wishful thinking…. this always has been a speciality ofyours….

  tushar shah
  gandhinagar.

 19. Kajal,
  Flood of expression.sorry, I wish,I could type in Gujarati.
  Vipul acharya

 20. ashish says:

  વાહ કાજલબેન,
  તમને આ સાહિત્યપ્રકારમા પહેલિ વખત માણવાનો મોકો મળ્યો.
  -આશિષ્

 21. chandni from: surat says:

  it is very nice. gai te kshan ne visri jai ne visvas ni navi vyakhya lakhiye. aa pankti khubaj saras 6e pan hakikat ma aavu nathi bantu jo bantu hot to manas aatlo dukhi na hot

 22. jayesh sheth says:

  FENTASTIC . HEART TOUCHING.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *