વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા

આજે ફરી એક મસ્ત મજાનું, અને એકદમ તાજ્જું વર્ષાગીત… પહેલા વરસાદની સાથે ગરમાગરમ ભજીયા જેવું refreshing..! અને એ પણ કવિના હસ્તાક્ષરમાં..! ‘મોન્સૂન મુબારક’ ના સંદેશ સાથે.. 🙂

અને કવિના શબ્દોની સાથે બીજી એક કમાલ છે ગીતના મધુર સંગીત સાથે રેલાતો  નિશા ઉપાધ્યાયનો મદમાતો અવાજો.. ગીત શરૂ થાય કે તરત થાય કે વરસાદ પડો.. મારે ય ભીંજાવું છે..!!

varsha

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની
આલ્બમ : મિજાજ

.

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષા એ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઇ નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમરપર
પીડાની છલક છે ગાગર

વાત ચઢી વંટોળે
હું થઇ ગઇ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષા એ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઇ ગઇ કંકુવરણી
ફોરાં અડે મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી

ભીતર કનડે ભીજા રાગો
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષા એ કરી કમાલ

16 replies on “વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા”

  1. નિશાબેન મનેતોએક એક લિતિ મિથિ ચાસનિ ઝરતિ હોય એવિ અનુભુતિ થૈ.કૈ પન્કતિને ન્યાય મલે ને કૈ પન્કતિ ને નહિ.મુન્જવનમા મુકૈ જૈએ એવુ લાગે.સોલ્વરસનઇ સુન્દરિ ને જોબનનો પહેલો વરસાદ પસે પુસવુજ સુ?સાત સુરોનો માન્દવદો ને ઉપર વિરાજતુ મેઘધનુશ્ય.ખુબ સરસ કલ્પના સે.

  2. બહુ ગમ્યુ આ સોન્ગ્………
    વર્શાએ કરિ કમલ ધમલ્

  3. ખરેખર તો આ ગીતે કમાલ કરી હૉ…
    વરસાદ વીના પણ ભીંજાવાનો લ્હાવો આપવા બદલ ખુબ ખુબ આભાર.

  4. “ભીતર કનડે ભીજા રાગો
    સાતે સૂરો કરે ધમાલ
    ગમ્યું અચાનક ખુદને મળવું
    વર્ષા એ કરી કમાલ”

    સરસ શબ્દો ગોઠવ્યા છે. મજા આવી ગઈ.

  5. ફરી ફરી ને સાંભળવું ગમે તેવું ગીત. આભાર જયશ્રી

  6. વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો આ ગીત સાંભળીનૅ માણ્યો.
    મનહર ઠક્ક્રર શીકાગો

  7. vah naineshbhai, saras swarankan, વર્શા એ નહિ NAINESHBHAIઍ કરિ કમાલ……….

  8. મજાનું વર્ષાગીત… નીલેશભાઈનાં ‘મિજાજ’ આલ્બમનું મારું ફેવરિટ ગીત…

  9. સાતે સૂરો કરે ધમાલ
    ગમ્યું અચાનક ખુદને મળવું
    વર્ષા એ કરી કમાલ…….

    .અરે કમાલ તો નિશાએ, જાનીએ,રાણાએ અને ટહુકાએ પણ કરી છે……..
    ખૂબ સરસ

Leave a Reply to shaunak pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *