ગઝલ – હરકિશન જોશી

તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!

અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહીં,
મિલનનું સ્વપ્ન રૂપે હોવું એ ગઝલ તો હતી!

નજરની બ્હાર બધાં દ્ર્શ્ય તો રહી જ ગયાં,
સમયનું આ અરવ રોવું એ ગઝલ તો હતી!

વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!

‘કિશન’ કહે તો હવે શું કહે તમારા કંઇ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!

2 replies on “ગઝલ – હરકિશન જોશી”

  1. સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા
    નજરની બ્હાર બધાં દ્ર્શ્ય તો રહી જ ગયાં,
    સમયનું આ અરવ રોવું એ ગઝલ તો હતી!

    વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
    શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!

  2. સારી સ્મરણોક્તિ છે !
    વિચારવાનું પછી જે ‘ધડી’ ને બદલે ‘ઘડી’કરશો ?
    તમે રોજ નવીન સરસ વાંચન પૂરું પાડો છો !આભાર

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *