દાન દે… વરદાન દે… – જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…

14 replies on “દાન દે… વરદાન દે… – જયંત પલાણ”

  1. Dear Jayshreeben
    I heard this song by Gargi Vora few years ago. It was nice to hear in another voice.
    Thanks for picking this song.
    Sheela

  2. વર્શો પહેલા જનાર્દન રાવલના સ્વર મા સામ્ભળી તે આજે સમ્ભળ વા મ ળી …આભાર

    કાન્મા પવન કહીને ………અને હજી રસભર રાત તો,,,,,સમ્ભ્ળવશો.

  3. agree with Jay Patel

    બહુ જ સુન્દર અને કર્ણપ્રીય ગીતો ——-

  4. મારિ બહેનનિ બહેનપનિ આ ગિત બહુ સરસ ગાતિ હતિ. કેત્લા વર્શો બાદ આ સુન્દર ગિત સન્મ્ભલિને ખુબ્…ખુ….બઆનન્દ થ યો …થે ન્ક્સ્…

  5. જયશ્રીબેન,
    લગભગ ચાલીસ વરસથી શોધતો હતો તે અત્યંત સુંદર ગીત -દે તાલી-આજે અચાનક મળી જતાં ઘણું જ સુખદ આસ્ચર્ય થયું. મારો આનંદ બેવડાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ આવા સાનંદાસ્ચર્યો આપતા રહેશો એવી આશા અસ્થાને નહીં ગણાય. ફરી એક વખત ટહૂકો.કોમ ને ગુજરાતી પરીવારની લાગણી અને માગણી સંતોષવા બદલ હાર્દીક અભિનંદન! દે તાલી!
    ડૉ.અશોક એમ.દેસાઇ

  6. ઘણી જૂની મારી મનગમતી પ્રાર્થના………
    આજે સાંભળી મન ખુશ થઈ ગયું…..
    જયશ્રીબેન, તમારો ખૂબ ખૂબ આભાર……
    સીમા

  7. please give us more songs by madhusudan shastri. all india radio vadodra or amdavad,must have songs in there archives.

  8. જય્શ્રિબેન્ આજ થિ ૩૦ વર્શ પહેલા આ ગિત મારા પાપા સાથે માનતા . આજે તમે મને રદાવિ દિધો. પન ખુબ મજા આવિ. આભાર્

  9. જયશ્રી

    આભાર. એવાં ઘણાં ગીતો છે કે જે કોઇ album માં મળતા નથી. આવા સુંદર ગીતો પ્રસ્તૂત કરવા માટે આભાર

  10. ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન, મારી મનપસંદ ક્રુતિ (પ્રાર્થના)ની રજૂઆત બદલ.

  11. શ્રવણમાધુરી આલ્બમનું આ ગીત પેઢીઓ સુધી યાદ રહેશે.
    ગુજરાતી સુગમ સંગીત ના ક્ષેત્રે આ આલ્બમ નો કોઈ જવાબ નથી. આ આલ્બમ ના બધા જ ગીતો સાંભળશો. રીમઝીમ બરસે..
    સાગરનું સંગીત…હું તો ગઈતી મેળે…સૌ પથ્રમ આ આલ્બમ એલપી રેકોડૅ માં બહાર પડેલું.

    સુંદર ગીતની રજુઆત માટે આભાર…

Leave a Reply to jayshree Cancel reply

Your email address will not be published. Required fields are marked *