જા જા નિંદરા હું તુંને વારું – નરસિંહ મહેતા

આ ભજન નાનપણમાં સાંભળેલું હતું….મને જો બરાબર યાદ હોય તો મોરારીબાપુની કોઇ કેસેટમાં એમના જ મુખે સાંભળવાનો લ્હાવો મળ્યો હતો…એ રેકોર્ડિંગ કોઈની પાસે હોય તો મને મોકલશો?

સ્વર – ?
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

જા જા નિંદરા હું તુંને વારું
તું છે નાર ધુતારી રે….

પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી…
બીજે પોરે ભોગી રે..
ત્રીજે પોરે તશ્કર જાગે
ચોથે પોરે જોગી રે..

જા જા નિંદરા….

એક સમય રામ વનમાં પધાર્યા જી જી…
લક્ષ્મણને નિંદરા આવી રે..
સતી સીતાને કલંક લાગ્યું
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે..

જા જા નિંદરા….

બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી જી જી…
કુંભકર્ણે લાડ લડાવ્યા રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરોના કોઈ વ્હાલી રે..

જા જા નિંદરા….

– નરસિંહ મહેતા

19 replies on “જા જા નિંદરા હું તુંને વારું – નરસિંહ મહેતા”

  1. લગભગ 30 થી 32 વર્ષ પછી આ ગીંત સાંભળ્યું પણ પહેલી લાઈન નાનપણી થી જ યાદ હતી….

    મજા પડી

  2. આ ખુબ સરસ પ્રભાતિયું છે. અને મને ખૂબ ગમે છે.
    પુજ્ય મોરારીબાપુના સ્વર માં આ ભજન છે. તમારું ઇ-મેઇલ એડ્રૈસ આપો. હું તમને મોકલી આપીશ.
    જય સિયારામ

  3. આ પ્રભાતિયું સ્વ.મુગટલાલ જોશીના સ્વરમાં છે.

  4. આ પ્રભાતિયું સ્વ.મુગતલાલ જોશીના સ્વરમાં છે.

  5. બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી જી જી…
    કુંભકર્ણે લાડ લડાવ્યા રે..
    ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
    નિંદરા કરોના કોઈ વ્હાલી રે…

    ખુબ સુન્દર ભજન …!!

  6. આ ભજનંમા સ્વર આપનાર સ્વ.શ્રી મુગટલાલ જોષી હતા

  7. આ ગીતના ગાયક – શ્રી મુગટલાલ જોશી

  8. ખુબ જ ગમતુ પ્રભાતિયુ. મોરરિબાપુ ના મુખે સામ્ભલેલુ. ભક્ત નરસૈયો કેસેત મા. આભાર એ પ્રસન્ગ નજર સામે આવતા નરસિહ મહેતા નિ ભક્તિ થિ મન તરબતર થયુ

  9. I am so very thankful for all the comments and their makers … yes, one version is sung by Karsandas Sagathiyaji and once, Aakashwani-AIR would play it so very regularly. It is again in the tradition of the PRABHATIYAs written by the greatest poet ever of Gujarat Shri Narsinh Mehtaji – and so very philosophical…thanks again for sharing one of the diamonds of Gujarati with the rest of us Tahuko!

  10. આકશવાણી રાજકોટ પર અને ઘરમાં વહેલી સવારે બાના સ્વરમાં સાંભળેલ ભજ્નની અનેક યાદો નજર સામે આવીગઈ. આભાર.

  11. આ ભજન વરશો પહેલા સાભળેલુ,બનતા સુધી કરશન સાગઠીયા એ ગાયેલુ હતુ…ખુબ જ સુન્દર

  12. ભક્ત નરસિઁહ અને ભક્ત પીપાજીને વઁદન !
    નિઁદરા તો આવશે જ ને ?….આભાર !

  13. ૧૯૬૦ના અરસામાં આકાશવાણી ઉપર આ ગીત સાંભળ્યુ છે. એ રેકોર્ડીંગ ફરી સાંભળવાનું મન થાય છે.

  14. A rare poem from Narsinh Mehta with references from the Ramayana. Most of his padas refer to Krishna. Though the subject of the poem is “Nidra” and the genre of the poem remains typically Mehta style with words of wisdom woven in to it. Refreshing!

    Rajesh Bhat.

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *