તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે

સ્વર : સંગીત : ??

.

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

12 replies on “તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે”

  1. એક મનડુને બેીજેી છે માયા, એના મિલન મધુરા હોય્….
    આ ગેીત આકશવણેી રાજકોટ પર અવારનવાર સામ્ભળવા મળતુ હતુ.

  2. Jayshree ben, sangitkar ane swarkar shri Harish Umrao. Album nu naam “Varsun to hu bhadarvo” from T-series.

  3. સ્વર અને સન્ગિત શ્રી હરીશ ઉમરાવ. મારા પપ્પા…

    • કોઇએ આ વાત નુ અનુમોદન કેમ નથી આપ્યુ એનુ મને આશ્ચર્ય થાય છે

      • મને પણ!
        અલ્બુમ નું નામ “વરસું તો હું ભાદરવો” – ટિ સિરિઝ.

  4. જ્યારે જાલેીમ જમાનો જેીઁદગેીનો સાર માગે છે ! વાહ કવિ ! તેમજ વાહ બહેના !

  5. એક થી એક ચઢિયાતા શેર…

    અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
    મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

    આ શેર બહુ ગમ્યો.

    ‘મુકેશ’

Leave a Reply to premsagar Umrao Cancel reply

Your email address will not be published. Required fields are marked *