આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

15 replies on “આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ”

  1. Often I like to hear/see random posts “at random” and i was fortunate to find this extremely sweet song by Shri Suresh Dalal. Beautiful music that aptly captures the mood of the song that is sung equally beautifully by Shri Amar Bhatt. Made my day. Thanks “Tahuko”, thanks Jayashreeben.

  2. jayshriben anathi moti prem ni biji koi j abhivyakti nathi. a adrshaniya prem 6. am kartay kano radhani pase to ave 6 tene manavava. ato prem meleveveni radhani navi yukti 6 kharune?
    ati ati raszartu premgit

  3. …મોરલીના સૂર છેડે માધવ
    વિધવિધ રીતે મનાવે
    નીલ-ભૂરા નીજ મોરપિંછને
    ગોરા ગાલ લગાવે…

    સુન્દર કલ્પના….

  4. પ્રેમવશ રિસાઈને રહીએ તો પણ એને અકારણ જ રાધા-કિશનના સંબંધથી સ્વિકારવુ રહ્યુ……….

  5. જયશ્ઈ બેન્
    અ કારન રિસાઈ રાધા ખુબજ ગમ્યુ

    આભાર્ર….

  6. રાધાનુ રિસાવુ ને શામળિયાનુ મનાવવુ…

    વાહ્.. પણ રાધા માની કે નહી???

  7. Music is by Kshemubhai Divatia. This song is included in the 4 part “Sangeet Sudha” (Kshemubhai’s compositions) collection and may contain the name of the artist and the poet. A wonderful song indeed as are all others in this collection.

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *