જિન્દગી નામે ગઝલ – મુકુલ ચોક્સી

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
– કે વહી ગઈ દૂ…ર મારાથી નદી.

અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.

વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
તરફડે પંચાગમાં આખી સદી.

જિન્દગી નામે ગઝલ જન્મી શકે;
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.

– મુકુલ ચોક્સી

11 replies on “જિન્દગી નામે ગઝલ – મુકુલ ચોક્સી”

  1. વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
    તરફડે પંચાગમાં આખી સદી…

    વાહ…! સુંદર મઝાની ગઝલ.

  2. સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
    – કે વહી ગઈ દૂ…ર મારાથી નદી.

    तेरी दूरियाँ मुझसे इतनी क्यों हैं ?
    इन दूरियों का दर्द इतना बे-दर्द क्यों है?

  3. ફિલબદી એટલે શીઘ્ર પ્રત્યાયન. અહીં શીઘ્રકાવ્યના રૂપમાં લઈ શકાય. શ્વાસ અને ક્ષણ આપણે વિચારીએ એ પહેલાં પસાર થઈ જતા હોય છે…

  4. વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં;
    તરફડે પંચાગમાં આખી સદી.

    વાહ મુકુલભાઈ, અદભૂત રજુઆત…

    ‘મુકેશ’

  5. મઝાની ગઝલનો મઝાનો શેર
    અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
    એક માણસ, એક કાણી બાલદી.
    વાહ
    યાદ આવી
    તોય હું ભરવા મથું આખી નદી,
    જીંદગી છે સાવ કાણી બાલદી.

  6. જિન્દગી નામે ગઝલ જન્મી શકે;
    શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.

    – અદભુત શેર્.. ફિલબદી જેવા કાફિયાને આટલી ચુસ્તતાથી મુકુલભાઈ સિવાય અન્ય કોઈ શાયર કદાચ પ્રયોજી પણ ન શકે. મુકુલભાઈ એટલે નિતાંત નૈસર્ગિક્તા…

Leave a Reply to prashant Cancel reply

Your email address will not be published. Required fields are marked *