વૃક્ષ પડે છે ત્યારે – ઉર્વીશ વસાવડા

વૃક્ષ ઊગે છે ત્યારે… ઉર્વિશ વસાવડાની આ ગઝલ થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી.. એ જ ગઝલની જોડીદાર જેવી આ ગઝલ.. ગમશે ને?

(વૃક્ષ પડે છે ત્યારે…   Sequoia National Park, CA – Photo: from Flickr)

* * * * * * *

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે
વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ
રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે

થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના
માણસ હો કે હો એ પથ્થર, વુક્ષ પડે છે ત્યારે

એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં
હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

13 replies on “વૃક્ષ પડે છે ત્યારે – ઉર્વીશ વસાવડા”

  1. કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
    ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે
    આહ આહ આહ આહ આહ great lines……

  2. ઉર્વીશ વસાવડાની ‘વૃક્ષ પડે છે ત્યારે’ રદીફવાળી ગઝલ ગમી. પાંચમો છેલ્લો શેર વૃક્ષગઝલ અથવા ગઝ્લ-વૃક્ષના મૂળ જેવો દૃઢ છે.

  3. વૃક્ષ એ શું ફક્ત કુદરતનુ જ પ્રતિક છે કે પછી પૃથ્વી પરથી વિદાય થતાં કોઈ મહાન આત્માનુ પ્રતિક છે.
    “કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
    ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે”
    ગાંધીજી જેવી કોઈ વિભુતિ પણ જ્યારે વિદાય લે છે ત્યારે આ ધરતી કોરી પાટી જેવી જ બની જાય છે.
    સુંદર ભાવ.

  4. કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
    ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે
    વાહ્,વાહ્,વાહ્, ઉફ્ફ આહ્ આહ્ આહ્…….

  5. વૃક્ષના માધ્ય્મ દ્વારા ઘણુ બધુ વ્યક્ત કરતી ગઝલ્…….શ્રી ઉર્વિશ્ભાઈને અભિનદન અને જયશ્રીબેન, આભાર

  6. ખુબ સુન્દર રચના. નીચેની લાઈનો ખુબ નવીન છે.
    “કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
    ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે”

    અભિનઁદન, દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

  7. વૃક્ષ ની જગ્યા એ વુક્ષ વાંચવા માં ગઝલ ની મજા મરી જાય છે.

  8. વૃક્ષ ની જગ્યા એ વુક્ષ વાંચવા માં ગઝલ ની મજા મરી જાય છે.

  9. બહુ સુંદર રચના. વૃક્ષ પડવાની ઘટના પ્રતક માનવી ઉપરાંત આસપાસના સજીવ નિર્જિવ વિશ્વને કેવી અસર કરે છે એની સંવેદનશીલ રજૂઆત. વૃક્ષ બચાવો અભિયાનની કાવ્યાત્મક કલગી !!!

Leave a Reply to darshana Cancel reply

Your email address will not be published. Required fields are marked *