વૃક્ષ ઊગે છે ત્યારે – ઉર્વીશ વસાવડા

(વૃક્ષ ઊગે છે ત્યારે…   Sequoia National Park, CA – Photo: from Flickr)

કૈંક ધરાના મનમાં થાતું વૃક્ષ ઊગે છે ત્યારે
કૌતક જેવું કંઇ સરજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

અંત અને આરંભ તણું વર્તુળ કુદરતનું કેવું
બીજ પ્રથમ ભીતર ધરબાતું વૃક્ષ ઊગે છે ત્યારે

એને ક્યા માળો બાંધી કાયમ એમાં રહેવું છે
પંખી તો બસ એમ જ ગાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ફૂલ ખીલે ત્યારે સર્જનની ચરમસીમા આવી ગઇ
પછી ગઝલ કે ગીત લખાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ઇશ્વરના આકાર વિશેની દ્વિધા બધી છોડી દે
ઇશ્વર શું છે એ સમજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

———–
વૃક્ષ પડે છે ત્યારે… – ઉર્વિશ વસાવડાની આ ગઝલ, અને ઉપરની ગઝલને ગઝલ-બેલડી કહી શકાય ને?

4 replies on “વૃક્ષ ઊગે છે ત્યારે – ઉર્વીશ વસાવડા”

  1. ઇશ્વરના આકાર વિશેની દ્વિધા બધી છોડી દે
    ઇશ્વર શું છે એ સમજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

    અદ્ભુત !!

    સર્વાઁગ સુંદર ગઝલ.

  2. વાહ્
    યાદ આવી
    ક્રીડારામં તુ યઃ કુર્યાદુદામફલસંયુતમ્ ।
    સ ગચ્છેચ્છંકરપુરં વસત્તત્ર યુગત્રયમ્ ॥
    એતત્સર્વં પરિજાય વૃક્ષારોપં સમારભેત્ ।
    ધર્માર્થકામમોક્ષાણાં દ્રુમેભ્યઃ સાધનં યતઃ ॥
    અશ્વત્ગમેકં પિચુમન્દમેકં ન્યગ્રોધમેકં દશ ચિશ્ચિણીકાઃ ।
    કપિત્થબિલ્વામલકં ત્રયં ચં પંચાંમ્રવાપો નરકં ન પશ્યેન્ ॥

Leave a Reply to » વુક્ષ પડે છે ત્યારે - ઉર્વીશ વસાવડા ટહુકો.કોમ Cancel reply

Your email address will not be published. Required fields are marked *