ઘાવ કોના? પૂછ ના – ઉર્વીશ વસાવડા

(ગોદમાં ગિરનારની…. )

પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ

સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ

ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ

ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ

ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ

5 replies on “ઘાવ કોના? પૂછ ના – ઉર્વીશ વસાવડા”

 1. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 2. pragnaju says:

  ઘાવ કોના? પૂછ ના
  પૂછ કોનો છે મલમ
  વાહ્
  કલાપી યાદ આવ્યા
  જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
  બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.
  ઝુલસી યાદોં કી ભી યહી ફિતરત હૈ
  ના કોઈ મરહમ લગાતા હૈ
  ના ઝુલસ કી દહક જાતી હૈ

 3. jagdip says:

  દોસ્ત, તારી કેડીએ
  પહોંચવું મારે ચરમ….

  તમારી કેડીએ જ ચાલતો

  દો.જગદીપ

 4. hemangini says:

  એક મનગમતો તુટીઓ સમબધ ગિત બાહુજ સરસ છે પન પ્લએયર પર વાગતુ નથિ તો ગિત ને ગુન્જતુ કરો ને

 5. Jayshree says:

  Hemanginiben,

  The Geet : Ek Managamanto Sambandh Tutyo – http://tahuko.com/?p=1008, is not with music.  I dont know if someone has composed it or not.  If I get the music file of that geet, i will put it on tahuko.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *