બંધ સૌ થયા છે બજારો પણ – આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

4 replies on “બંધ સૌ થયા છે બજારો પણ – આદિલ મન્સૂરી”

  1. ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
    પાનખર… ને પછી બહારો પણ

    ચોપડી છે બધે સ્મશાનની રાખ
    જિંદગીનો જુઓ ઠઠારો પણ
    પંક્તીઓ વાંચી આ પાનખરમાં ,અમારા બ્લુઝમાં એક કલ્પના આવી કે અમે પણ પાનખરના પાન -ખરીશું ગમે ત્યારે
    તેઓ સદેહે ગયા પણ બહારો જેમ હ્રુદયમા કાયમ બીરાજ્યા

  2. આદિલ સાહેબની ખોટ તો પડ્શે જ્..!
    જિન્દગી ક્ષણભન્ગુર છે…..

    આપણે હાલના જિવન્ત કવીઓ ને નવાજિએ….માણિએ… વધાવિએ, અને તેમ્ને તેમ્ના જિવ્ન દરન્યાન જ્.. અન્જલિ આપિએ કે મોડુ ન થાય્…….!

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *