ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

બંધ સૌ થયા છે બજારો પણ - આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

એક વર્ષ પહેલા : યાદોનો દરિયો - અનિલ ધોળકિયા, હું છું દીવો - રવીન્દ્ર પારેખ

બે વર્ષ પહેલા : હું જ છું મારી શિલ્પી

4 comments to બંધ સૌ થયા છે બજારો પણ - આદિલ મન્સૂરી

  1. vijay bhatt (Los Angeles)
    November 8th, 2008 at 5:58 am

    આદિલ સાહેબની ખોટ તો પડ્શે જ્..!
    જિન્દગી ક્ષણભન્ગુર છે…..

    આપણે હાલના જિવન્ત કવીઓ ને નવાજિએ….માણિએ… વધાવિએ, અને તેમ્ને તેમ્ના જિવ્ન દરન્યાન જ્.. અન્જલિ આપિએ કે મોડુ ન થાય્…….!

  2. વિવેક ટેલર
    November 8th, 2008 at 7:40 pm

    ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
    પાનખર… ને પછી બહારો પણ

    - સુંદર વાત…

  3. pragnaju
    November 9th, 2008 at 3:39 am

    ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
    પાનખર… ને પછી બહારો પણ

    ચોપડી છે બધે સ્મશાનની રાખ
    જિંદગીનો જુઓ ઠઠારો પણ
    પંક્તીઓ વાંચી આ પાનખરમાં ,અમારા બ્લુઝમાં એક કલ્પના આવી કે અમે પણ પાનખરના પાન -ખરીશું ગમે ત્યારે
    તેઓ સદેહે ગયા પણ બહારો જેમ હ્રુદયમા કાયમ બીરાજ્યા

  4. Jayesh Gadhvi
    November 12th, 2008 at 4:42 pm

    you are right. pragnaju

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>