સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું… – અશોક ચાવડા ‘બેદિલ’

અમથી અમથી ઊભી રહી ને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ઘડીક થાતું ચાલી જાઉં ઉમ્બરની બહાર હું
ઘરનું પેલું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઇ મને રોકીને રાખે
અંદરથી કૈં બોલી

આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછા વાળું?
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

એક અરજ આ મારી ખાલી પોતે આવી
મારી અંદરનું અંધારું પીવો
સ્મરણોના અજવાળે મારું આખું યે ઘર
ઝગમગ ઝગમગ શાને કરને દીવો?

દીવો કરતા અંધારાને નામ લઇને તારું
હમણાં હમણાંથી હું ટાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

8 replies on “સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું… – અશોક ચાવડા ‘બેદિલ’”

  1. આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
    સપનાંઓને કેમ હું પાછા વાળું?
    સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

    ખૂબ સરસ ગીત….

  2. Very Good Poetry. Congratulations. carry on dear

    C. K. Shah & Viral Mehta,
    Gujarat Ayurved University, Jamnagar

  3. બે હાથ ને મારા ફેલાવુ તો એ ખુદા તારી ખુદાઈ દુર નથી,હુ માગુ અને તુ આપે એ વાત પણ મજુંર નથી…
    જે દિલ મા દયા ને સ્થાન નથી ત્યાં વાત ના કર દિલ ખોલીને,એવાં પાણી વિનાના સાગર ની “ન ઝિ૨” ને કશી જ રૂર નથી…

    જય માતાજી …જયશ્રીબહેન……મારી ફરમાઈશ ક્યારે મુકશો ટહુકાં પર….વિનંતી છે……

  4. Jara si ahat hoti hai to dil sochta hai..
    Kahi yeh voh to nahi
    priyajan jyare door hoy tyare ek pan kshan man ashano tantu nathi chhodtu. ane e asha ante ek divasvapna ma fervai jay.

    Really very beautiful.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *