ડોસા ડોસીના જીવતરની વાત – ચંદ્રકાન્ત સાધુ

જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે

બસમાં બે બેસતાં અડોઅડ એવું કે અળગાં લાગ્યાનો ના વહેમ,
ડોસાડોસીને જોઇ લોકો બોલે છે : જાણે તાજાં પરણેલાંની જેમ,

તાળી દઇને પછી એવું મલક્યાં કે જાણે એવું મલક્યાં કે જાણે
છલક્યાં ને છલક્યાં રે આપણે.

ઉનાળે – શિયાળે – ચોમાસે આપણે તો બારમાસી વરસ્યાં’તાં હેત,
આખ્ખુંય આયખું એવું કોળ્યું કે જાણે લીલુંકુંજાર હોય ખેત,

પીંછાની જેમ પછી એવું ફરક્યાં કે જાણે એવું ફરક્યાં કે જાણે
વેળામાં સરક્યાં એ આપણે

જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે.

5 replies on “ડોસા ડોસીના જીવતરની વાત – ચંદ્રકાન્ત સાધુ”

  1. we lived our life with so much duties and now become an old of 71age still can’t feel old, but one thing is that body shows all as sometime young people says kaka ahin beso!…
    middle class gets early old…but i never..Thanks for like this poem….

  2. Pragna Aunty,
    એક ચોખવટ કરી દઉં.. આ શિર્ષક મેં નથી નક્કી કર્યું. કવિતાની જે ચોપડીમાંથી આ કવિતા લીધી છે, એમાં જે લખ્યું હતું એ જ છે..

  3. વાહ, પ્રેમાળ દાંપત્યની મધુરી રચના!
    ઘણાને ડોસાડોસીને બદલે વૃધ્ધદંપતી જેવું કહે તો વધુ ગમે…
    પણ મને યાદ છે હું વીસ વર્ષે મા બની ત્યારે કેટલાય પરેશને સહજતાથી પૂછતા કે એની ડોશી શૂં કરે છે?
    તરન્નુમમાં મૂકવા જેવી રચના

Leave a Reply to vijay bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *