આકાશનું ગીત – અનિલ જોશી

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…

6 replies on “આકાશનું ગીત – અનિલ જોશી”

  1. ધરતીની સુંદરતા આ આકાશ બસ ઉપર બેઠું િનિહાળી શકે છે, એને સ્પર્શી શકતું નથી,
    એ ઝંખે છે લીલી ડાળખીઓ, વિશાળ સૃષ્ટિની લીલા, પંખીઓના માળા, પર્વત પણ એ કોઈ ને પણ સ્પર્શ નથી કરી શકતું, એની એક વેદના છે, કવિની વેદના આ આકાશ જેવી હોય શકે, કદાચ ઘણા માણસોની સ્થિતિ આ આકાશ જેવી હોય શકે, વિશાળ તો ખૂબ છે પણ તેની વિશાળતા તેને ક્યારેક બાધિત થઈ પડે છે, કહેવાય કે તેના સુધી કોઈ n પહોંચી શકે પણ એ માટે. ખુદ ઝંખે છે….

  2. dear sir,
    ramram,
    is it possible to download mp3 file of gujarati geet,

    because i want to listen every day,
    so i download selected songs,
    dr. nilesh
    for nilagems.com

  3. આકાશનું ગીત એ આકાશની ધરતી અને એનું તાદાત્મ્ય અનુભવતી સૃષ્ટીને પામવાની મથામણનું વર્ણન કહી શકાય. આમા એક સ્તરે પહોંચેલા માણસની ભિન્ન સ્તરના માનવથી દૂર જવાની વ્યથા પણ છે

  4. જયશ્રી
    જન્મ દિને બહુ જ સરસ સંકલન. યાદીમાં પણ આવી ગયું છે તે મને બહુ જ ગમ્યું .

  5. કાવ્યાર્થ જાણવા માટે આપણે માત્ર કવિને જ
    મળવું ઉચિત છે.વિવિધ વર્ણન દ્વારા કવિને
    કુદરતમાંથી કઈંક શોધવું હોય,એમ લાગે છે.
    કાવ્ય વાંચવું ગમ્યું.આભાર !

Leave a Reply to પંચમ શુક્લ Cancel reply

Your email address will not be published. Required fields are marked *