ત્યારે હું ગઝલ જેવું લખું – ભરત વિંઝુડા

(the world famous Golden Gate Bridge in fog..)

હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

હોય તારા નામનાં ઘેરાયેલાં કૈં વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

કયાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

તું અને તે આ અને પેલું બધું અંદર ધૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

2 replies on “ત્યારે હું ગઝલ જેવું લખું – ભરત વિંઝુડા”

  1. હોય તારા નામનાં ઘેરાયેલાં કૈં વાદળો
    હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખુ

    તું અને તે આ અને પેલું બધું અંદર ધૂમે
    થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું…..

    ખુબસુરત!!!

  2. તું અને તે આ અને પેલું બધું અંદર ધૂમે
    થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
    વાહ્

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *