સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

12 replies on “સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા”

  1. bhai jayendra rubru madta hoi evo aabhaas aaje aa vaanchyaa pachhi thay chhe
    mara vatan ni matee ni suvaas aa kaavy maa lage chhe
    bus usa maa pan inet dwaaaraa malo thanks tahuko.com

  2. લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
    ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

    Terima kasih banyak-banyak!!!

  3. Supper !!

    તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
    તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
    ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
    ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

    Happy Birthday!!!!!

  4. સરસ રચના…

    તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
    તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

    ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
    ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

    Happy Birthday!!!!!

  5. hu tmne olkhu chu sir. tmari aa gzal mne khub gami n atyar sudhi ma jetli vachi che a pan khub game che. urmiben tmaro pan khub aabhar

  6. Jayendra Shekhdiwala & Gazals..
    Jayendra Shekhdiwala & Poems…
    Jayendra Shekhdiwala & Creativity in Poetry….
    Jayendra Shekhdiwala & Reality….
    Jayendra Shekhdiwala & New…..
    Jayendra Shekhdiwala & Natural Flavour of Gujarti Litrature Experiments

  7. વાહ જયેન્દ્ર વાહ્ ! વધુ ને વધુ લખતા રહો !

  8. Jayendrabhai Vah, after l long time I read you. May godess Saraswati bless your literary journey………. વધુ ને વધુ લખતા રહો એવી શુભ કામનાઓ.

  9. અંઘાર, અજવાસ, અવકાશથી શરુ કરીને સ્પર્શો ને બાહુપાશ સુધી ખેંચાયેલ રેશમી ગઝલ… મઝા આવી ગઈ !

    તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
    તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

    એ શેર સૌથી વધુ ગમ્યો.

  10. તું હોય છે ,તો હોય છે સ્પર્શોની વારતા…હાસ્તો !
    એ હોય તો સ્પર્શ ને સ્પર્શ હોય તો વારતા !ઉદાત્ત
    સર્જન છે.આનંદ !

  11. અંધાર અને અજવાસને, અવકાશ અને શ્વાસને, સ્મરણ અને સુવાસને, લાગણીના પ્રાસને, ઝાંખપ અને ઉજાસને, અને અંતે ગઝલ અને બાહુપાશને સાથે મૂકવાની કવિની વાત અદભૂત છે!! એમાં પાછી કવિએ સ્પર્શોની વારતા પણ કરી લીધી… સરસ!

Leave a Reply to ધવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *