સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

12 thoughts on “સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

 1. "ઊર્મિસાગર"

  અંધાર અને અજવાસને, અવકાશ અને શ્વાસને, સ્મરણ અને સુવાસને, લાગણીના પ્રાસને, ઝાંખપ અને ઉજાસને, અને અંતે ગઝલ અને બાહુપાશને સાથે મૂકવાની કવિની વાત અદભૂત છે!! એમાં પાછી કવિએ સ્પર્શોની વારતા પણ કરી લીધી… સરસ!

  Reply
 2. manvant

  તું હોય છે ,તો હોય છે સ્પર્શોની વારતા…હાસ્તો !
  એ હોય તો સ્પર્શ ને સ્પર્શ હોય તો વારતા !ઉદાત્ત
  સર્જન છે.આનંદ !

  Reply
 3. ધવલ

  અંઘાર, અજવાસ, અવકાશથી શરુ કરીને સ્પર્શો ને બાહુપાશ સુધી ખેંચાયેલ રેશમી ગઝલ… મઝા આવી ગઈ !

  તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
  તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

  એ શેર સૌથી વધુ ગમ્યો.

  Reply
 4. Dr. Ajitsinh Rana

  Jayendrabhai Vah, after l long time I read you. May godess Saraswati bless your literary journey………. વધુ ને વધુ લખતા રહો એવી શુભ કામનાઓ.

  Reply
 5. Anjana Mehta

  વાહ જયેન્દ્ર વાહ્ ! વધુ ને વધુ લખતા રહો !

  Reply
 6. Dhruv Shukla

  Jayendra Shekhdiwala & Gazals..
  Jayendra Shekhdiwala & Poems…
  Jayendra Shekhdiwala & Creativity in Poetry….
  Jayendra Shekhdiwala & Reality….
  Jayendra Shekhdiwala & New…..
  Jayendra Shekhdiwala & Natural Flavour of Gujarti Litrature Experiments

  Reply
 7. zankruti jani

  hu tmne olkhu chu sir. tmari aa gzal mne khub gami n atyar sudhi ma jetli vachi che a pan khub game che. urmiben tmaro pan khub aabhar

  Reply
 8. dipti

  સરસ રચના…

  તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
  તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

  ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
  ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

  Happy Birthday!!!!!

  Reply
 9. dipti

  Supper !!

  તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
  તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
  ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
  ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

  Happy Birthday!!!!!

  Reply
 10. Mehmood

  લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
  ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

  Terima kasih banyak-banyak!!!

  Reply
 11. narendrasinh mahida

  bhai jayendra rubru madta hoi evo aabhaas aaje aa vaanchyaa pachhi thay chhe
  mara vatan ni matee ni suvaas aa kaavy maa lage chhe
  bus usa maa pan inet dwaaaraa malo thanks tahuko.com

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *