રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

ક્યાં અને ક્યારે એ તો યાદ નથી, પણ કશે તો મેં આ શબ્દો વાંચ્યા/સાંભળ્યા છે – અવિનાશ વ્યાસની કલમે બીજા કોઇ ગુજરાતી ગીત ન લખાયા હોત, તો પણ એક ‘રાખના રમકડા’ ગીતની રચનાએ એમને ગુજરાતી કાવ્ય-સંગીત જગતમાં અમર બનાવ્યા હોત.

તો એ અમર રચના – આજે મુળસ્વરૂપ સાથે ફરી એકવાર…

સ્વર : ગીતા દત્ત, એ.આર.ઓઝા

.

———————–

Posted on April 18, 2007

ઘણા વખત પહેલા મોરપિચ્છ પર મુકાયેલું આ ગીત આજે સંગીત સાથે ફરી એક વાર રજુ કરું છું
સંગીત : શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા. 21 જુલાઇ, 1911 )

સ્વર : આશિત દેસાઇ

.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

———————————

ફરમાઇશ કરનાર મિત્ર : દેવેન નાયક

71 replies on “રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ”

  1. હું ખુબ નાનો હતો ત્યારે પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું. ઘણીવાર મમ્મી પણ આ ગીત ગાતા. પણ મોટા થતા-થતા જૂનું ભુલાતું ગયું. આજે અનાયાસે જ આ ગીતનું નામ યાદ આવતા ગૂગલ પર સર્ચ કર્યું. અને આ સાઈટ પર ગીત સાંભળતા સાંભળતા ગુજરાતી સંગીતની ખુબ મજા માણી. ખુબ ખુબ ધન્યવાદ.

  2. હું ખુબ નાનો હતો ત્યારે પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું. ઘણીવાર મમ્મી પણ આ ગીત ગાતા. પણ મોટા થતા-થતા જૂનું ભુલાતું ગયું. આજે અનાયાસે જ આ ગીતનું નામ યાદ આવતા ગૂગલ પર સર્ચ કર્યું. અને આ સાઈટ પર ગીત સાંભળતા સાંભળતા ગુજરાતી સંગીતની ખુબ મજા માણી. ખુબ ખુબ ધન્યવાદ.

  3. હવે મ્કને કોઇ તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી, નો અર્થ પન બ્તદ્શે તો અભઅરિ થયેીશ્ ગુજ્રરાતિ નિ ભોૂલ માફ કર્જો

    કરિમ્

  4. બહુ સરસ ગીત છે…. મને ગુજરાતી એટલી સારી આવડતી નથી …. હું મહારાષ્ટ્રીયન છું….. મારી પત્ની ગુજરાત ની છે…. એટલે મને આ ભાષા બહુ ગમે….

    મારી ગુજરાતી માં ચૂક ભૂલ હોય તો માફ કરજો….

  5. dear viewers, if you understand the real meaning of ” rakhna ramakada” in your day-to-day life good number of problems can be solved with ease & understanding.

  6. અહિ વિન્ઝનો એત્લે
    જ્યારે ધિન્ગલે ધિન્ગલિ એત્લે- બે પ્રેમિઓ એ
    જિવન નિ શરુઆત કરિ–ઘર માન્દ્યા
    વિન્જનો વિન્જયઓ— આવનારુ તોફાન
    રમત અધુરિ રહિ— બેઉ અલગ થૈ ગયા.
    આવિ ચે માનવ — રાખ ના રમકદા નિ દાસ્તાન્.

    • RAMESH SARVAIYA
      October 21st, 2011 at 11:42 pm · Reply

      શ્રી ટીઆજી વિંજણલો એટલ વિંજણો= હાથેથી હવા ખાવાનો પંખો
      પ્રાચીન સમયમા જયારે ગામડામા વિજળી ન હતી
      ત્યારે હવા ખાવા માટે લાકડા ની ફ્રેમ ઉપર કપડુ ચડાવી હાથ નો બનાવેલ પંખો
      આજે પણ ઇન્ડિયા ગુજરાત સૌરાષ્ટ્રમા દિકરીના લગ્ન સમયે કરીયાવરમા આ વિંજણો આપવાનો રિવાજ છે.
      —————————————————————————–
      નીતા બહેન, રમેશભાઈ જે કહે છે અને તમો જે કહો છો,તેમા શુ સમજવુ ? મને કન્ફ્યુઝન થાય છે……

  7. શ્રી ટીઆજી વિંજણલો એટલ વિંજણો= હાથેથી હવા ખાવાનો પંખો
    પ્રાચીન સમયમા જયારે ગામડામા વિજળી ન હતી
    ત્યારે હવા ખાવા માટે લાકડા ની ફ્રેમ ઉપર કપડુ ચડાવી હાથ નો બનાવેલ પંખો
    આજે પણ ઇન્ડિયા ગુજરાત સૌરાષ્ટ્રમા દિકરીના લગ્ન સમયે કરીયાવરમા આ વિંજણો આપવાનો રિવાજ છે.

    • રમેશ ભાઈ ,
      આભાર તમારો…. આવો સરસ મજાનો ભાવાર્થ આપવા બદલ.
      -ટીઆ

  8. કોઈ જાણકાર આ પંક્તિ નો અર્થ બતાવશે તો ખુબ આભારી થ​ઈશ​
    “એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે”
    વિંઝણલા=એટલે શું ?
    -ટીઆ

    • Can not forget Shri Avinashbhai for his lovely creations. Most memorable and sweet to here again and again.

      Ratibhai Vaidya, Verona, NJ. U S A.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *