ત્યાં સુધી – ભાનુપ્રસાદ ત્રિવેદી


તરું છું તામ્રપત્રમાં થકાય ત્યાં સુધી
ઠગ્યા કરું મને જ હું ઠગાય ત્યાં સુધી.

નિજી હતી એ જાતરા ને પારકાં ચરણ
ઉધાર માગતો રહ્યો મગાય ત્યાં સુધી.

કરી લીઘી છે સંધિ જાત સાથે ક્યારની
રહું છું ભાગતો સ્વ-થી ભગાય ત્યાં સુધી.

મને ડુબાડવામાં તને ભાન ના કે હું –
તને જ તાગતો રહ્યો તગાય ત્યાં સુધી.

ચળાવવાય એટલા થતા પ્રયત્ન, કે –
ચણાઇને ખડો હવે ડગાય ત્યાં સુધી.

અલ્પક રાતનાં ભર્યાં એવાં ભરણ નભે –
ફરકી નહીં સવાર પણ, જગાય ત્યાં સુધી.

સ્વરો ને વ્યંજનોની ઘોરમાં દટાઇ રહ્યો
હિમે દગોના થીજતો, ધગાય ત્યાં સુધી.

( આ ગઝલનો ભાવાર્થ મને બરાબર ના સમજાયો. તમે મદદ કરશો ? )

4 replies on “ત્યાં સુધી – ભાનુપ્રસાદ ત્રિવેદી”

  1. જો શક્ય હોઇ તો સુના સમન્દર નિ પાળૅ ગેીત વહાલા મારિ વાટ ના જોજો સભલાવજો
    ખુબ ખુબ આભાર

  2. મારા મત પ્રમાણે,

    અહીં કવિએ કોઈકને પોતાના માની લીધા છે. પણ સામે પક્ષે એ વાત સ્વીકારવા તૈયાર નથી અને સાવ છોડીને પણ જતા નથી! કવિને પણ એ વાતનો અહેસાસ છે, પણ એમનુ મન માનવા તૈયાર નથી અને પોતે પોતાના સ્વપ્નમાં જ રહેવા માંગે છે. ફૂલ રૂપી કવિને એમ કે પોતે પાણી પર તરી રહ્યા છે, પણ એતો ખરેખર તામ્રપત્ર છે અને તામ્રપત્ર પાણીમા તરે છે!

    – હાર્દિક

  3. કાવ્ય અસ્પષ્ટ છે…મદદ થાય તેમ નથી;
    જયશ્રીબહેન ! માફ કરશો ?કવિને પૂછવું જ
    સલાહકારક ગણાય .

Leave a Reply to hirabhai patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *