ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ.

જા, કશીયે વાત ના કર,
પુષ્પ પર આઘાત ના કર.

ચૂપ મારે થૈ જવું છે,
મૌનમાં તું શબ્દ ના ભર.

આગ બન કે જળ બની જા,
બર્ફ થૈને આમ ના ઠર.

પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર.

સૂર્ય, તું આંખો મીંચી દે,
ઓસ પર આઘાત ના કર.

11 replies on “ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ.”

  1. વાહ ભૈ વાહ બહુ જ સરસ ચે.ગઝલનો મત્લો અદભૂત છે

  2. …આગ બન કે જળ બની જા,
    બર્ફ થૈને આમ ના ઠર…

    …પીગળીને પાર તું થા,
    આંસુમાં તું આમ ના તર….

    …div ni vat…

  3. Harshbhai,
    you are a wonderful writer and poem.I am not an avid reader of poems.I even do not understand this all much.But ,anything ,which touches the heart and soul is the real poem
    sometimes,I wonder how you think,in between, the boredom of government files and routine work? May Godess Saraswati bestow Her choicest blessings upon you . You are doing good service for the Gujarati literature.
    Dinesh Brahmbhatt

  4. સૂર્ય તું આંખો મીંચી દે !ઓસ પર આઘાત ના કર !
    વાહ ! હર્ષે હર્ષ આપ્યો !જયશ્રીબહેનનો જય થાઓ!

  5. હર્ષભાઇની આ બીજી ગઝલ હમણાં હમણાં વાંચવા મળી. બહુ જ સરસ લખે છે.
    ત્રીજી પંક્તિની બીજી લાઇનમાં બરફ શબ્દ છે કે બીજો કોઇ?

  6. ગઝલનો મત્લો અદભૂત છે… અને આખી ગઝલ પણ સુંદર! મોરપિચ્છમાં આટલા બધા રંગો આટલી ત્વરાથી ઉપસી આવશે એવી આશા હતી જ, એને પુષ્ટિ આપવા બદલ આભાર…

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *