નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

6 replies on “નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા”

  1. સુંદર સ્વર અને સ્વરાંકન, ગનીભાઇ ની ગઝલ નું.અદૃભુત પ્રદાન.
    જયશ્રી કૃષ્ણ .

  2. ‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
    ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

    આખીગઝલસરસ!

    There is a problem with the keyboard. When in Gujarati you try to introduce space between words, it spells out in English, “undefined”
    સુધારવાundefinedપ્રયત્નundefinedકરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *